સેંકડો અમેરિકી કંપનીઓ ઈચ્છે છે કે ભારતમાં ફરી PM મોદીની સરકાર બને, જાણો કેમ?
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલુ છે. આવામાં અમેરિકન કંપનીઓ પોતાના માટે ભારતને સારા વિકલ્પ તરીકે જોઈ રહી છે.
વોશિંગ્ટન: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલુ છે. આવામાં અમેરિકન કંપનીઓ પોતાના માટે ભારતને સારા વિકલ્પ તરીકે જોઈ રહી છે. આ દરમિયાન લોકસભા ચૂંટણીના પરિણામો અગાઉ જ આવેલા એક્ઝિટ પોલમાં મોદી સરકાર બહુમતી સાથે વાપસી કરે તેવા સંકેતો મળ્યા છે. વેપાર જગત માટે તે સારા સમાચાર છે, કારણ કે તેમનું માનવું છે કે મજબુત સરકાર હોવાના કારણે વેપાર કરવો સરળ બનશે. આર્થિક વિશેષજ્ઞોનું કહેવું છે કે અમેરિકી કંપનીઓને આગામી સરકાર પાસેથી વધુ પારદર્શકતા અને નીતિગત માળખામાં સુધારાની વધુ આશાઓ છે. જો આ શક્ય બનશે તો અનેક કંપનીઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવા માટે ઈચ્છુક છે.
23મી મેના ચૂંટણી પરિણામો પર બધાની નજર
અમેરિકા-ભારત રણનીતિક અને ભાગીદારી મંચના અધ્યક્ષ મુકેશ અધીએ કહ્યું કે, 'નીતિ રૂપરેખા તૈયાર કરવામાં અમેરિકી કંપનીઓ પારદર્શકતાની સાથે સાથે સારા સામંજસ્યની ઈચ્છા રાખે છે. નીતિઓને તૈયાર કરવામાં જો વિચાર વિમર્શની પ્રક્રિયા અપનાવવામાં આવે તો તેમને સારું લાગશે.' અમેરિકી કંપનીઓની નજર ભારતમાં 23 મેના રોજ આવનારા ચૂંટણી પરિણામો પર ટકેલી છે. અધીએ કહ્યું કે ભારત સમક્ષ હાલ અમેરિકી અને યુરોપીયન કંપનીઓને રોકાણ માટે આકર્ષિત કરવાની શાનદાર તકો છે, કારણ કે હાલ ચીનના તેના વ્યાપારિક ભાગીદારો સાથેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.
જુઓ LIVE TV
ટ્રેડ વોરના કાર
તાજેતરમાં એક રિપોર્ટમાં કહેવાયું હતું કે ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે કંપનીઓને ખુબ નુકસાન થઈ રહ્યું છે. આવા સંજોગોમાં લગભગ 200 અમેરિકન કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગે છે. જો કે તેઓ 23મી મેના રોજ ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યાં છે. તેઓ ભારતને ચીનના વિકલ્પ તરીકે જોઈ રહ્યાં છે. કંપનીઓ આશા રાખી બેઠી છે કે જો મોદી સરકાર સત્તામાં પાછી ફરે તો રોકાણ કરવું સરળ થશે, નિયમ સરળ અને પારદર્શક બનાવવામાં આવશે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઝડપ આવશે અને ભ્રષ્ટાચાર મુક્ત થશે.
રોકાણ થવાથી રોજગારીની તકો ઊભી થશે
જો આ કંપનીઓ ભારતમાં ઉચિત માહોલ મળે તો ખુબ જ જલદી ભારતમાં શિફ્ટ થઈ જશે. ભારતીય અર્થવ્યવસ્થા માટે તે ખુબ સકારાત્મક સ્થિતિ હશે. રોકાણ વધવાથી રોજગારની લાખો તકો ઊભી થશે. રોકાણ વધતા ભારતની વેપાર ખોટ પણ ઘટશે. હાલ ભારતની વેપાર ખોટ (આયાત વધુ અને સરખામણીમાં નિકાસ ઓછી) ખુબ વધુ છે. જેની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડે છે.