નવી દિલ્હીઃ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત સહિત કુલ 13 લોકોના બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં થયેલી હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. દુર્ઘટનામાં બિપિન રાવતના પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયુ છે. આ સૈન્ય હેલીકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવતના નિધન પર અમેરિકા, રશિયા અને ઇઝરાયલે કહ્યુ કે, તેમણે સાચો મિત્ર ગુમાવ્યો છે. આ સિવાય પાકિસ્તાન સહિત અન્ય દેશોએ પણ રાવત તથા અન્ય સૈન્ય કર્મીઓના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી દૂતાવાસે રાવત અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યુ કે, તેમણે દેશના પ્રથમ સીડીએસના રૂપમાં ભારતીય સેનામાં પરિવર્તનના એક ઐતિહાસિક દોરનું નેતૃત્વ કર્યુ. નિવેદનમાં કહેવામાં આવ્યું- તેઓ અમેરિકી સેનાની સાથે ભારતના રક્ષા સહયોગને એક મોટા વિસ્તારની દેખરેખ કરનાર સંયુક્ત રાજ્ય અમેરિકાના એક મજબૂત દોસ્ત અને ભાગીદાર હતા. દૂતાવાસે સપ્ટેમ્બર મહિનામાં સૈન્ય ડેવલોપમેન્ટ અને અવસરો પર ચર્ચા કરવા માટે તેમની અમેરિકી યાત્રાનો પણ ઉલ્લેખ કરતા કહ્યુ કે, તેમનો વારસો જારી રહેશે. 


હેલીકોપ્ટર ક્રેશઃ 14 લોકોમાં માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ બચી શક્યા, ચાલી રહી છે સારવાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube