ઇસ્લામાબાદ : 50 અબજ ડોલરના ખર્ચે બની રહેલ ચીનની મહત્વકાંક્ષી યોજના CPEC (ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર)ના ઘણા પ્રોજેક્ટ પૈસાની તંગીના કારણે અટકી ગયા છે. જે કંપનીઓ પાસે પ્રોજેક્ટ છે તેના ચેક બાઉન્સ થઇ રહ્યા છે. જેના કારણે કેટલાક સ્થળો પર પ્રોજેક્ટ અટકી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીનના આ મહત્વકાંક્ષી યોજના પુરી થયા બાદ બીજિંગનું શિનજાંગ પ્રાંત પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદર પોર્ટ સાથે સીધો જોડવામાં આવશે. તેના કારણે ચીનની સીધી પહોંચ અરબ સાગર સુધી પહોંચી જશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટસે જણાવ્યું કે, પાકિસ્તાનના નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI)ના કેટલાક બાંધકામ અટકી ગયા છે જેની પાછળનું કારણ પૈસાની તંગી હોવાનું કહેવાઇ રહ્યું છે. ડોનના રિપોર્ટ અનુસાર થોડા દિવસો અગાઉ આશરે પાંચ અબજ ડોલરના ચેક બાઉન્સ થયા બાદ કોન્ટ્રાક્ટરએ CPECના ઘણા પ્રોજેક્ટ પર કામ અટકાવી દીધું છે. રિપોર્ટ અનુસાર ચીનના મહત્વકાંક્ષી અને વિવાદિત બેલ્ટ એન્ડ રોડ ઇનિશયેટિવ (બીઆરઆઇ)નો ફ્લેગશિપ પ્રોજેક્ટ સીપીઇસીમાં પહેલીવાર છે કે પૈસાના કારણે તેનું કામ અટકી ગયું હોય. જે યોજનાઓ પર કામ અટકેલું છે જેમાં હળવા ડેરા ઇસ્માઇલ ખાન, સીપીઇસીનો વેસ્ટર્ન રૂટ અને કરાંચી-લાહોર મોટરવેના તમામ સેક્શનનો તેમાં સમાવેશ થાય છે. 

ડોને સુત્રોના હવાલાથી જણાવ્યું કે, માત્ર સીપીઇસી પ્રોજેક્ટ જ નહી પરંતુ નિર્માણ અંગેના સ્થાનિક ઉદ્યોગો અને મોટા પ્રમાણમાં એન્જિનિયર્સ અને મજુરો પણ આના કારણે પ્રભાવિત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં સીપીઇસી પ્રોજેક્ટમા ઘણા પ્રકારની બાધાઓ પેદા થઇ છે. 

NHAના પ્રવક્તા કાસિફ જમાએ કહ્યું કે ઓથોરિટીએ સરકારની તરફથી પાંચ અબજના ચેક કંપનીઓ માટે 29 જુને ઇશ્યું કરવામાં આવ્યા હતા. 1.5 અબજના ચેક તો તિદવસે ક્લિયર થઇ ગયા હતા. અને બાકીના ચેક આગામી દિવસો માટે ડિપોઝીટ કરી દેવામાં આવ્યા. પરંતુ બાકીની રકમ ક્લિયર નથી થઇ શકી.