કોલકાતા: પશ્ચિમ બંગાળના બીરભૂમ મોટો રાજકીય વિવાદ સર્જાતા અનેક લોકોના મોતના ખબર છે. બીરભૂમમાં પંચાયત ઉપ પ્રધાનની હત્યા બાદ વધેલા વિવાદમાં ખુબ હંગામો અને આગચંપીની ઘટનાઓ ઘટી. રાજકીય અદાવત સંલગ્ન આ આખી ઘટનામાં 5 થી 7 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીરભૂમ જિલ્લાના રામપુરહાટ વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના કબજાવાળી બરશલ  ગ્રામ પંચાયતના ઉપ પ્રમુખ ભાદુ શેખની ગઈ કાલે સોમવારે સાંજે હત્યા કરવામાં આવી. તેમના પર બોમ્બથી હુમલો કરાયો હતો. ભાદુ શેખની હત્યાના સમાચાર આગની જેમ ફેલાયા. પોલિટિકલ મર્ડરથી ગુસ્સે ભરાયેલા ટીએમસીના સમર્થકોએ થોડીવારમાં જ આ હુમલાના સંદિગ્ધોના ઘરમાં આગ લગાવી દીધી. ત્યારબાદ ત્યાંથી અનેક મૃતદેહો મળી આવ્યા છે. જો કે મૃતકોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. 


લોકઅપમાંથી ભાગી ગયો આરોપી, પોલીસે પકડીને પૂછ્યું- કેવી રીતે ભાગ્યો? તો 5 જ સેકન્ડમાં આ રીતે આવી ગયો બહાર


રાજકીય અદાવતના આ મામલે હાલ જિલ્લામાં તણાવનો માહોલ છે. આ મામલે તપાસ ચાલુ છે. પોલીસ અને પ્રશાસનના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળથી આ પ્રકારની ઘટનાઓના સમાચાર આવતા રહે છે. અઠવાડિયા પહેલા જ બે કોર્પોરેટર્સની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. એવું કહેવાય છે કે ભાદુ શેખ  પર કેટલાક અજાણ્યા લોકોએ બોમ્બ ફેંક્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા. ત્યારે જ અજાણ્યા લોકોએ બોમ્બ ફેંક્યો. ત્યારબાદ તેમને રામપુરહાટની મેડિકલ કોલેજ લઈ જવાયા જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube