પુણે/હૈદરાબાદઃ ભીમા કોરેગાંવ હિંસા સાથે જોડાયેલા મામલામાં દેશના ઘણા ભાગમાં મગંળવારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ માઓવાદી નેતાઓના ઠેકાણા પર છાપેમારી કરી હતી. આ છાપેમારી મહારાષ્ટ્ર, ગોવા, તેલંગણા, દિલ્હી અને ઝારખંડમાં કરવામાં આવી. મહત્વનું છે કે કમામ છાપેમારી પુણે પોલીસ અને સ્થાનીક પોલીસે એક સાથે કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌતમ નવલખાને પુણે પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો છે અને તેને પુણે લાવવામાં આવી રહ્યો છે. બીજીતરફ વારવારા રાવને હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં મેડકલ ચેકઅપ બાદ નામ્પૈલી કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો. તેની ધરપકડ દરમિયાન અહીં લોકો ભેગા થઈ ગયા હતા. 



દિલ્હીમાં છાપામારી
પોલીસે મંગળવારે રાજધાની દિલ્હીમાં પણ આ મામલે દરોડા પાડ્યા હતા. દિલ્હીમાં પોલીસ ગૌતમ નવલખાને પોતાની ગાડીમાં સાથે બેસાડીને લઈ ગઈ હતી, આ સિવાય તેના ઘરેથી લેપટોપ અને કાગળોને પણ સીઝ કરવામાં આવ્યા હતા. પોલીસે ગૌતમ નવલખાને સાકેત કોર્ટમાં રજૂ કર્યો. આ સિવાય ઠાણેમાં અરૂણ ફરેરિયાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. 


દિલ્હીના બદરપુરમાં વકીલ સુધા ભારદ્વાજને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેના પણ લેપટોપ, ફોન, પેન ડ્રાઇવને સીઝ કરી દેવામાં આવ્યા છે. પોલીસે સુધાને તેના તમામ ઈમેલના એક્સેસ આપવાનું કહ્યું છે. સુધાની સાથે તેમની પુત્રી અનુ ભારદ્વાજના ઈમેલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની જાણકારી માંગવામાં આવી છે. 


પોલીસે હૈદરાબાદમાં કવિ, વામપંથી વિચારક અને એક્ટિવિસ્ટ વરવરા રાવના ઘરમાં પણ દરોડા પાડ્યા આ દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. 



પુણેમાં અરૂણ ફરેરિયાના ઘરમાં દરોડા
આ સિવાય પુણેમાં ભીમા કોરેગાંવ સિંહા સાથે જોડાયેલા મામલામાં દરોડા પાડ્યા. આ દરોડા એક્ટિવિસ્ટ અરૂણ ફરેરિયાના ઘર ઠાણેમાં પાડવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું કે, તે પહેલા મુંબઈમાં રહેતા હતા. 


અરૂણ ફરેરિયાની પત્નીએ કહ્યું કે, જ્યાં સુધી રેડ ચાલી રહી છે ત્યાં સુધી કોઇ વાત કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે અરૂણની આ પહેલા પણ ધરપકડ કરવામાં આવી છે પરંતુ દર વખતે તે બહાર આવી જાય છે. અરૂણ છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં ઘણા આંદોલનમાં ભાગ લે છે. 


તમને જણાવી દઈએ કે ભીમા કોરેગાંવ હિંસાના મામલે જૂનમાં થયેલી ધરપકડમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે દાવો કર્યો હતો કે ત્યારે ધરપકડ કરેલા ઘણા લોકો પાસે તેવી ચિઠ્ઠી મળી છે જેમાં લખવામાં આવ્યું હતું કે નક્સલી વડાપ્રધાન મોદીની હત્યા કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. નક્સલી પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ પીએમ મોદીની હત્યા કરવા ઈચ્છે છે.