પુણેમાં મોડી રાતે પાર્કિંગની દીવાલ તૂટી પડી, 15 મજૂરોના મોત, બચાવ કાર્ય ચાલુ
મહારાષ્ટ્રના પુણેમાં મોડી રાતે મોટી દુર્ઘટના સર્જીઈ. પાર્કિંગની દીવાલ તૂટી પડતા 15 લોકોના મોત થયા. મૃતકો તમામ મજૂરો હોવાનું કહેવાય છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્રના પુણેમાં મોડી રાતે મોટી દુર્ઘટના સર્જીઈ. પાર્કિંગની દીવાલ તૂટી પડતા 15 લોકોના મોત થયા. મૃતકો તમામ મજૂરો હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ અકસ્માત કયા કારણે થયો. પરંતુ કહેવાય છે કે ભારે વરસાદના કારણે પાર્કિંગની દીવાલ તૂટી પડી. આ અકસ્માત શહેરના કોડવા વિસ્તારમાં સર્જાયો. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
યુપીમાં યોગી સરકારનો મહત્વનો નિર્ણય, આ 17 જાતિઓ હવે SCમાં સામેલ
કહેવાય છે કે શહેરના કોડવા વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઈમારતમાં નિર્માણ કાર્ય ચાલુ હતું. આ ઈમારતની સાથે જ મજૂરોના રહેવા માટે કાચા મકાનો બનાવવામાં આવ્યાં હતાં. તેની બાજુમાં જ પાર્કિંગ દીવાલ હતી. ભારે વરસાદના કારણે તે તૂટી પડી. જેના કારણે આ દર્દનાક અકસ્માત સર્જાયો. આ દીવાલની ચપેટમાં કેટલીક કારો પણ આવી ગઈ છે. પ્રસાશન અને એનડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલા છે.
જુઓ LIVE TV