G-Mail, યૂ-ટ્યૂબ સહિત ગૂગલની ઘણી એપ થઈ ડાઉન, ટ્વિટર પર શરૂ થયો ટ્રેન્ડ
સોમવારે સાંજે અચાનક યૂ-ટ્યૂબ અને જીમેલ સહિત ગૂગલની તમામ એપ્સે કામ કરવાનું બંધ કરી દીધું છે.
નવી દિલ્હીઃ સોમવારે સાંજે અચનાક યૂ-ટ્યૂબ અને જીમેલ સહિત ગૂગલની તમામ એપ્સે કામ કરવાનું બંધ કરી દીધું છે. ત્યારબાદ ટ્વિટર પર ગૂગલ ડાઉન ટ્રેન્ડ શરૂ થયો છે. ઘણા લોકોએ ગૂગલની એપ્સ ડાઉન થવાની ફરિયાદ ટ્વીટ કરી છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં માત્ર યૂ-ટ્યૂબ અને જી-મેલ નહીં પરંતુ ગૂગલ ડ્રાઇવ, ગૂગલ મીટ જેવી અન્ય સેવાઓમાં પણ બંધ છે. લોકો સતત ગૂગલ ડાઇન હેશટેગની સાથે આ જાણકારી શેર કરી રહ્યાં છે. આ કારણે ગૂગલ ગાઉન અને યૂટ્યૂબ ડાઉન હેશટેગ ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube