Train Update : ગુજરાતથી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનનાં કેટલાક ડબ્બા મુંબઈના પાલઘર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી પડવાની ઘટના બહની હતી. ગુજરાતથી નીકળેલી માલગાડી પાલઘર સ્ટેશનનાં ગુડ્સ ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, ત્યારે મંગળવારે સાંજે 5.10 કલાકે એન્જિન બાદનાં કેટલાક ડબ્બા ટ્રેક પરથી નીચે ઊતરી ગયા હતાં. ખુલ્લા ડબ્બામાં બાંધેલી લોખંડની પ્લેટોવાળા રોલર પણ ખુલ્લા નીકળી ગયા હતા. હાલ ડબ્બાઓને ફરી ટ્રેક પર ચઢાવવાની કામગીરી ચાલી રહી છે, જેને પગલે ટ્રેન વ્યવહારને મોટી અસર પડી છે. કેટલીક ટ્રેન રદ કરાઈ હતી, તે કેટલીક મોડી પડી. ત્યારે હાલ રેલ વ્યવહાર ધીમી ગતિએ શરૂ કરાયો છે. જોકે, આ ઘટનામાં મુંબઈ અને ગુજરાત વચ્ચે દોડતી ટ્રેનોને સૌથી વધુ અસર થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે 
1. વાપી સ્ટેશન - 0260 2462341
2. સુરત સ્ટેશન - 0261-2401797
3. ઉધના સ્ટેશન - 022-67641801


ગુજરાતમાં વરસાદ ક્યારે? કેરળમાં પ્રિ-મોન્સૂન વરસાદ આવ્યા બાદ અંબાલાલ પટેલે કરી આગાહી


વાપી પર અટકાવી દેવાઈ ટ્રેનો 
મહારાષ્ટ્રના પાલ ઘરમાં માલગાડી ટ્રેનના ડબ્બા ખડી પડતા અમદાવાદ- મુંબઈ રેલવે વહેવાર ખોવાયો છે. કલાકો બાદ પણ મુંબઈ અમદાવાદ રેલવે વાહન વ્યવહાર પુનઃ શરૂ ન થતા મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરવી પડી હતી. સવારે 10 વાગ્યા સુધી પણ કોઈપણ ટ્રેનની અવર-જવર શરૂ થઈ ન હતી. મોટાભાગની ટ્રેનોને વાપી થોભાવી દેવામાં આવી હતી. જેના કારણે વાપી રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા. જો કે હવે ધીરે ધીરે રેલવે વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. જોકે તમામ રેલગાડીઓ કલાકો સુધી મોડી છે અને રેલવે વહેવાર સામાન્ય થતા હજી કલાકો લાગશે.


આ ટ્રેનો થઈ છે શોર્ટ ટર્મિનેટ
09160 વલસાડ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ઉમરગાંવ રોડ પર
09186 કાનપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ સચિનમાં
09056 ઉધના-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભીલાડમાં
12936 સુરત-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ વાપીમાં
19426 નંદુરબાર – બોરીવલી એક્સપ્રેસ વલદાદમાં
19102 સુરત-વિરાર એક્સપ્રેસ બિલિમોરામાં
09180 સુરત-વિરાર એક્સપ્રેસ ઉધનામાં


અમદાવાદ અને મુંબઈ વચ્ચેની અનેક ટ્રેનો મોડી પડી 
આ અકસ્માતને પગલે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો રેલવે વહેવાર ખોરવાયો છે. કલાકો સુધી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર બંધ રહ્યો હતો. વાપી અને વલસાડમાં મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈ હતી. મોટાભાગની ટ્રેનોને વાપી સ્ટોપ કરી દેવામાં આવી હતી. હવે ધીમે ધીમે રેલ વ્યવહાર પૂર્વવત કરાઈ રહ્યો છે. પરંતું અમદાવાદ અને મુંબઈ વચ્ચેની અનેક ટ્રેનો કલાકો સુધી મોડી પડી છે. 


આગકાંડનો અસલી સુપરહીરો : મદદ માટે સૌથી પહેલા દોડી આવનાર રીક્ષાચાલક પોતે પણ ફસાયા હતા


આ ટ્રેનોને અસર થઈ છે
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 12936 સુરત-મુંબઈ ઇન્ટરસિટી વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. 16505 ગાંધીધામ-એસબીસી એક્સપ્રેસ, 12432 નિઝામુદ્દીન-ત્રિવેન્દ્ર રાજધાની એક્સપ્રેસ અને 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસને સુરત-ઉધના-જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. જેની અસર મુંબઈની લોકલ ટ્રેનો પર પણ પડી છે. અકસ્માત બાદ 6 અપ અને 5 ડાઉન દહાનૂ લોકલ રદ કરવામાં આવી છે. (એક ડાઉન દિશામાં દહાણુ લોકલ વિરાર ખાતે બંધ કરવામાં આવી છે.)


આંશિક રદ્દીકરણ
09159 બાંદ્રા ટર્મિનસ – વાપી પેસેન્જર 29/05 બાંદ્રા ટર્મિનસ – ઉમ્બરગાંવ રોડ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ઉમ્બરગાંવ રોડ અને વાપી સ્ટેશનો વચ્ચે દોડશે.
09055 બાંદ્રા ટર્મિનસ-ઉધના સ્પેશિયલ 29/05 બાંદ્રા ટર્મિનસ અને ભીલાડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ભીલાડ અને ઉધના સ્ટેશનો વચ્ચે દોડશે.
29/05ની 12935 બાંદ્રા ટર્મિનસ-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ-વાપી સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને વાપી અને સુરત સ્ટેશનો વચ્ચે દોડશે.
29/05ના રોજ 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ બોરીવલી અને વલસાડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. વલસાડ-અમદાવાદ સ્ટેશન વચ્ચે દોડશે.
19101 વિરાર-ભરૂચ એક્સપ્રેસ 29/05 વિરાર અને ઉધના સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ઉધના અને ભરૂચ સ્ટેશનો વચ્ચે દોડશે.


સુરત સ્ટેશન પર અટવાયા મુસાફરો
પાલઘર દુર્ઘટનાની અસર સુરત રેલવે સ્ટેશન પર પણ જોવા મળી. મુંબઈથી આવતી તમામ ટ્રેનો મોડી ચાલી રહી છે. કેટલીક ટ્રેનો રદ પણ કરાઈ હતી. ત્રણથી ચાર કલાક ટ્રેન મોડી ચાલી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે અનેક મુસાફરો કલાકો સુધી રેલ્વે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ બેઠા રહ્યાં છે. મુંબઈથી આવતી અને સુરતથી મુંબઈ જતી ટ્રેનોના મુસાફરો કલાકો સુધી અટવાયા છે. 


અદાણીની નજર હવે આ મલાઈદાર બિઝનેસ પર, Adani Group કરશે તેમાં મોટુ ઈન્વેસ્ટમેન્ટ