મરાઠાઓને અનામત આપવા તૈયાર થઇ મહારાષ્ટ્ર સરકાર: જાણો શું છે ફોર્મ્યુલા
મહારાષ્ટ્રના બહુસંખ્યક રહેલા મરાઠાઓના અનામતની માંગ સરકાર માટે ગળાનું હાડકુ બની ચુકી છે, હાલ સમગ્ર દેશમાં સવર્ણોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે
મુંબઇ : મહારાષ્ટ્રમાં બહુસંખ્યક રહેલા મરાઠાઓનાં અનામતની માંગ સરકાર માટે ગળાનો ફાંસો બની ચુકી છે. ગત્ત દિવસોમાં સમગ્ર રાજ્યમાં થયેલા આંદોલનના કારણે સરકારને નીચા જોવા પણું પહેલાથી જ થઇ ચુક્યું છે. ગુરૂવારે ભાજપના ધારાસભ્ય, પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતાઓની બેઠક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બોલાવી હતી. જેમાં મરાઠા અનામત માટે આગળ કયા પ્રકારનાં પગલા ઉઠાવવામાં આવે તે અંગે ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ધારાસભ્ય સહિત વરિષ્ઠ નેતાઓ દ્વારા કરાયેલ મેરાથન મીટિંગ બાદ ધારાસભ્યો સાથે ચર્ચા કરીને તે નિર્ણય પર પહોંચ્યા કે મરાઠા અનામત્તના માટે ન્યાયીક અને યોજનાબદ્ધ પદ્ધતીથી કામ કરવામાં આવે. તે ઉપરાંત મરાઠા સમાજને સરકારની તરફથી અલગ - અલગ પ્રકારે ચલાવાઇ રહેલ યોજનાઓ દ્વારા મદદ પહોંચાડવામાં આવે.
મરાઠા સમાજને આંદોલનને હિંસક નહી થવા દેવા માટેનું આહ્વાહન
મરાઠા સમાજના નામી વ્યક્તિ અને વિચારકોની સાથે બેઠક બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મરાઠા સમાજને વિધિસમ્મત અને સ્થાયી અનામત આપશે. આ સાથે જ તેમણે કહ્યું કે, બેઠકમાં અપાયેલી માહિતીનું સરકાર પાલન કરશે. ફડણવીસે કહ્યું કે, મરાઠા સમાજના વિચારક આ બેઠકમાં આવ્યા અને તેણે ઘણી મહત્વની વાત કરી. ફડણવીસે કહ્યું કે, મરાઠા સમાજના વિચારક આ બેઠકમાં આવ્યા અને તેમને ઘણી મહત્વની ચર્ચા કરી. મરાઠા વિચારકોના આહ્વાનનાં કારણે રાજ્યમાં શાંતિ બહાલ થશે. મરાઠા સમાજને અમે આહ્વાહન કર્યું કે તેઓ આંદોલનને હિંસ નહી થવા દે. સાથે જ કોઇ પણ વ્યક્તિની આત્મહત્યા નહી કરે.
મરાઠા સમાજની સાથે અનામત્તનાં પક્ષમાં છે ભાજપ સરકાર
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક અને શિક્ષણ મંત્રી વિનોદ તાવડેએ ZEE MEDIA સાથે વાતચીતમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી મરાઠા સમાજની સાથે અનામતનાં પક્ષમાં છે. મરાઠા સમાજના યુવાનોને જે સરકારની તરફથી ચલાવાઇ રહેલી યોજનાઓ છે તેને લાભાન્વીત કરવા માટે સરકારનું દરેક ધારાસભ્ય સહાયતા કેન્દ્ર દ્વારા લાભ આપશે. આ સાથે જ યુવાનોમાં આત્મહત્યાની જે પરિસ્થિતીઓ બની રહી છે તેને દુર કરવાની સાથે જ આંદોલનને હિંસક સ્વરૂપ નહી આપવા માટેનું આહ્વાન નહી કરવામાં આવે.
35 ટકા લોકો માંગી રહ્યા છે 16 ટકા અનામત્ત
રાજ્યનાં 35 ટકા લોકો સરકારનાં 16 ટકા અનામત્તની માંગ કરી રહ્યા છે. જે કારણે મહારાષ્ટ્રની ભાજપસ સરકારનાં માથે બલ પડી ગયું છે. સરકારની સામે સમસ્યા છે કે ઓબીસી સમાજને અપાઇ રહેલ અનામત આપ્યા વગર આશરે 2 કરોડ 60 લાખ મરાઠાઓને અનામત્તનો લાભ કઇ રીતે આપવામાં આવે. તેના માટે હાલ રાજકીય વિશ્રામગૃહ સહ્યાદ્રીમાં મરાઠા સાહિત્યકાર, લેખ અને કલાકારો સાથે મીટિંગ ચાલતી રહી તો ક્યાંક પોતાનાં ધારાસભ્યોનાં દળનાં નેતાઓ સાથે મેરેથોન મીટિંગ થતી રહી. ગત્ત દિવસોમાં થયેલા મરાઠા આંદોલનનાં કારણે સરકાર ભારે શરમમાં મુકાઇ છે.
શરૂ થઇ ચુક્યો છે મરાઠાને અનામત્ત આપવાનો વિરોધ
આ મુદ્દે મુખ્યમંત્રી ફડણવીસે જાણકારો પાસેથી મંત્રણા તો કરી પરંતુ મરાઠાઓને અનામત્ત આપવાનો વિરોધ પણ ચાલુ થઇ ચુક્યો છે. OBC સંઘર્ષ સમન્વય સમિતીનું માનવું તે નિશ્ચિત છે કે અનામત કોઇ પણ પ્રકારે ઓબીસી ક્વોટામાંથી ઘટાડવામાં નહી આવે, આ સાથે જ તેમનું કહેવું છે કે અનામતનાં યોગ્ય દાવેદાર મરાઠાઓ નથી કારણ કે મરાઠાઓની સામાજિક સ્થિતી અન્ય પછાત જાતીઓ કરતા ઘણી સારી છે. માટે તેઓ અનામત્તના તેઓ કોઇ પણ પરિસ્થિતીમાં અનામતનાં હકદાર નથી.