મુંબઈ (દીપક ભાતુસે): મરાઠા સમુદાયની અનામતની માંગને લઈને શરૂ થયેલું આંદોલન સતત ફેલાઇ રહ્યું છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આ આંદોલન બીજા દિવસે જારી રહ્યું. સુરક્ષા વ્યવસ્થાને જોતા વહીવટી તંત્રએ ઔરંગાબાદની ઈન્ટરનેટ સેવાઓની અસ્થાઇ રૂપે બંધ કરી દીધી છે. પ્રદર્શનકારીઓએ ઘણા સ્થાનો પર તોડફોડ કરી અને સરકારી વાહનોમાં આગ લગાવી દીધી. આંદોલનકારીઓએ બુધવારે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે. સોમવારે ઔરંગાબાદ અને પુણેમાં આંદોલનકારીઓએ ઘણા સ્થાનો પર ધરણા-પ્રદર્શન કર્યું. આ સિવાય અનામતની માંગ પર નદીમાં કૂદીને આત્મહત્યા કરનાર કાકાસાહેબ શિંદેને શહીદનો દરજ્જો આપવાની માંગ ઉગ્ર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મરાઠા ક્રાંતિ સમાજે કહ્યું કે, જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કાકાસાહેબ શિંદેના મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કારમાં મરાઠા સમુદાયના લોકોની સાથે રાજનેતાઓ પણ સામેલ થયા. પરંતુ મરાઠા સમાજના લોકોએ અંતિમ સંસ્કારમાં નેતાઓના આવવા પર નારાજગી વ્યક્ત કરી અને તેનો વિરોધ કર્યો. બીજીતરફ શિવસેનાએ મરાઠા અનામતને સમર્થન આપ્યું છે. 


મહત્વનું છે કે, મહારાષ્ટ્રના મરાઠા સમુદાયે સરકારી નોકરીઓ તથા અન્ય સંસ્થાઓમાં અનામતની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. આ ક્રમમાં મરાઠા ક્રાંતિ સમાજે બુધવારે મુંબઈ બંધ રાખવાનું એલાન કર્યું છે. સમાજે કહ્યું કે, બંધ દરમિયાન શાળા-કોલેજ તથા જરૂરી સેવાઓને છોડીને સંપૂર્ણ મુંબઈ બંધ રહેશે. આંદોલનકારીઓ પ્રમાણે, મુંબઈ, નવી મુંબઈ, રાયગઢ, થાણે અને પાલઘરમાં બંધ દરમિયાન ધરણા-પ્રદર્શન કરવામાં આવશે. 


મરાઠા ક્રાંતિ સમાજના સંયોજક વીરેન્દ્ર પવારે કહ્યું કે, સરકારની ભૂમિકાને કારણે આંદોલન કરવાનો વારો આવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારે તેમના સમાજની હંમેશા અનદેખી કરી છે. પરંતુ પવારે કહ્યું કે, તેમનું આ આંદોલન શાંતિપૂર્વક રહેશે, તેમનો સમાજ કોઇપણ પ્રકારની હિંસાને સમર્થન કરતો નથી. 



શિવસેનાનું સમર્થન
મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન તથા શિવસેના નેતા સુભાષ દેસાઈએ મરાઠા અનામતના મુદ્દા પર કહ્યું કે, શિવસેના મરાઠા અનામતનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે, જે લોકોએ આ મુદ્દાના નિકાલ માટે જેણે અનામતનો વાયદો કર્યો હતો, તેમણે આગળ આવવું જોઈએ. સુભાષ દેસાઇએ કહ્યું કે, મરાઠા અનામતમાં મોડું થયું છે. આ પહેલા થઈ જવાની જરૂર હતી. તેમણે કહ્યું કે, કોર્ટ આના પર કેવી પ્રતિક્રિયા આપશે તેને ધ્યાનમાં રાખવું જોઈએ.