મુંબઇ : નોકરીઓ અને શિક્ષણમાં પોતાના સમુદાય માટે અનામતની માંગ કરી રહેલા મરાઠા સંગઠનોએ સોમવારે કહ્યું કે, નવ ઓગષ્ટે પોતાની માંગના સમર્થનમાં મુંબઇમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે. મોર્ચાના નેતા વિનોદ પોખરકરે કહ્યું કે, અમે નવ ઓગષ્ટ ક્રાંતિના દિવસે જ મુંબઇમાં વિશાળ રેલી કરીશું. અમે સરકારને પોતાની શક્તિ દેખાડવા માંગીએ છીએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ મરાઠા અનામત મુદ્દે બંધ દરમિયાન સોમવારે સોલાપુરમાં પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે જણાવ્યું કે, મરાઠાક્રાંતિ મોર્ચાને સલક મરાઠા સમાજ સહિત ઘણા મોટા સંગઠનોએ સોલાપુર બંધનું આહ્વાન કર્યું હતું. પરિસ્થિતી ત્યારે તણાવપુર્ણ થઇ ગઇ જ્યારે સોલાપુરમાં મેઇન રોડ પર પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઇ ગયું. બીજી તરફ શિવસેનાએ સોમવારે કહ્યું કે, સરકારને રાજ્ય પછાત પંચના રિપોર્ટની રાહ જોયા વગર મરાઠા સમાજને અનામત આપવી જોઇએ. 

શિવસેનાએ પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ તેમણે કહ્યું કે, એસસી, એશટી અને ઓબીસીના માટે હાલનું અનામત સ્પર્શ્યા વગર શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાયને વધારે અનામત્ત આપવું જોઇએ. 
મરાઠા અનામતના મુદ્દાને મહારાષ્ટ્ર સરકાર ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે

કોંગ્રેસે સોમવારે કહ્યું કે, ભાજપની મહારાષ્ટ્ર સરકાર શિક્ષણ અને નોકરીઓમાં મરાઠા સમુદાયને અનામત આપવાનાં મુદ્દે ટાળવાનું વલણ અપનાવી રહી છે. કોંગ્રેસ આ મુદ્દે રાજ્યપાલના હસ્તક્ષેપની માંગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે, રાજ્ય સરકાર મરાઠા અને અન્ય સમુદાયોને અનામત આપવાના મુદ્દે સતત ટાળી રહી છે. આ અંગે રાજ્ય સરકારે ઝડપથી નિર્ણય લેવો જોઇએ. રાજ્યના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અશોક ચવ્હાણના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે રાજ્યપાલ પાસે સોમવારે બપોરે મુલાકાત કરી. પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ પાસે માંગ કરી કે તેઓ રાજ્ય સરકારને હાલમાં જ મરાઠા અનામતના સમર્થનમાં થયેલા પ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલા નિર્દોષ લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવા માટેના નિર્દેશ આપ્યા.