મુંબઈઃ મહારાષ્ટ્રમાં આખરે લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનનો અંત આવ્યો.. મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓની સૌથી મોટી માગ સ્વીકારીને તેનું પાલન પણ કરી દીધું છે.. જી હાં, મહારાષ્ટ્રની એકનાથ સરકારે શિક્ષણ અને સરકારી નોકરીમાં મરાઠાઓને 10 ટકા અનામત આપતું ડ્રાફ્ટ બિલ મંજૂર કરી દીધું છે.. જોકે, એક આંદોલનના અંત સામે બીજા આંદોલનના ભણકારા પણ વાગી રહ્યા છે.. હવે મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયને પણ 10 ટકા અનામત આપવાની માગ ઉઠી છે.. શું છે સમગ્ર મામલો,, જુઓ આ રિપોર્ટ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલ પાસ થઈ ગયું છે.. સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા મરાઠા અનામત માટેના ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી દીધી છે.. મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક દિવસ માટે વિશેષ વિધાનસભા સત્ર યોજ્યું હતું, જેમાં ‘મરાઠા આરક્ષણ’ મુખ્ય એજન્ડા હતો.. આ માંગને લઈને મહારાષ્ટ્રમાં લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું હતું..


મરાઠાઓને અનામત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી.. સર્વે અને અભ્યાસ બાદ આ આયોગે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો હતો અને રિપોર્ટનો આધારે જ મરાઠા અનામતને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી હતી.


  1. આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મરાઠા સમુદાયમાં માધ્યમિક શિક્ષા અન સ્નાતક શિક્ષા પૂરી કરવાની સંખ્યા ઓછી છે..

  2. આર્થિક પછાતપણું શિક્ષણમાં સૌથી વધુ છે..

  3. ગરીબી રેખાની નીચે આવતા મરાઠા પરિવારની માત્રા 21.22 ટકા છે..

  4. સરકારી તમામ ક્ષેત્રોમાં મરાઠા સમુદાયનું પ્રતિનિધિત્વ અપર્યાપ્ત છે..

  5. એટલા માટે સેવાઓમાં પર્યાપ્ત આરક્ષણ મેળવવા માટે તેઓ હકદાર છે..


આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ મહારાષ્ટ્ર સરકારે અનામતની જોગવાઈ કરી હતી.. વિધાનસભામાં અનામતનું બિલ રજૂ થતાં જ ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો.. ઢોલ નગારા સાથે લોકોએ અનામત આપવાના નિર્ણયને વધાવી લીધો.. જોકે, વિપક્ષે મરાઠા અનામતને ગેરબંધારણીય ગણાવ્યું છે..


જોકે, સરકારની સમસ્યા આ એક જ નથી.. મરાઠા સમુદાયને અનામત મળતાં જ મુસ્લિમ સમુદાય માટે અનામતની માગ પણ ઉઠવા લાગી.. સપા ધારાસભ્ય રઈસ શેખે આરોપ લગાવ્યો કે, રાજ્ય સરકાર મુસ્લિમોની અવગણના કરી રહી છે.. મુસ્લિમોન જલ્દી જ 5 ટકા અનામત આપવું જોઈએ.


લોકસભા ચૂંટણી પહેલાં અનામતની એક આગને શાંત કરવામાં તો મહારાષ્ટ્ર સરકાર સફળ રહી પરંતુ, હવે આ નવી આગને કઈ રીતે બુજાવશે એ તો આવનારો સમય જ બતાવશે.