મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરવાના મામલામાં મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેને પોલીસે કસ્ટડીમાં લીધી છે. તેની વિરુદ્ધ કલવા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અભિનેત્રી કેતકીએ ફેસબુક પર એક પોસ્ટ કરી હતી, જેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વિરુદ્ધ વિવાદિત વાતો લખી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવાર વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી
'ટીવી અને ફિલ્મ અભિનેત્રી કેતકી ચિતલે એક પોસ્ટ શેર કરી હતી. મરાઠીમાં લખાયેલી આ પોસ્ટમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારનો કોઈ સિધો ઉલ્લેખ કે નામ નહોતું. પરંતુ તેમાં પવારનું ઉપનામ અને 80 વર્ષની ઉંમર લખેલી છે. નરક રાહ જોઈ રહી છે અને તમે બ્રાહ્મણોને નફતર કરો છે, જેવી ટિપ્પણીઓ પોસ્ટમાં લખી છે, જે કથિત રીતે વરિષ્ઠ નેતાની ટીકા કરી છે. 


આ પણ વાંચોઃ માણિક સાહા હશે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય


દાખલ થયો કેસ
આ મામલાને લઈને પોલીસના એક અધિકારીએ કહ્યુ કે, સ્વપ્નિલ નેટકેની ફરિયાદના આધાર પર શનિવારે ઠાણેના કલવા પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે તેણે શરદ પવાર વિરુદ્ધ વિવાદાસ્પદ સામગ્રી પોસ્ટ કરી જેનાથી બે રાજકીય પાર્ટીઓ વચ્ચે સંબંધ ખરાબ થઈ શકે છે. અભિનેત્રી વિરુદ્ધ આઈપીસીની કલમ 500, 501, 505 (2), 153એ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કેતકીને કસ્ટડીમાં લેવામાં આવી છે. 


અભિનેત્રી કેતકીની આ પોસ્ટ પર મહારાષ્ટ્રના આવાસ વિકાસ મંત્રી અને એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યુ કે, એનસીપી સાથે જોડાયેલા યુવા આ પોસ્ટના સંબંધમાં રાજ્યના 100-200 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube