Uzbekistan cough syrup deaths case: ઉત્તર પ્રદેશ (યુપી) ના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઉઝબેકિસ્તાનમાં મેડ ઈન ઈન્ડિયા કફ સિરપના સેવનને કારણે કથિત રીતે 18 બાળકોના મોત થયા બાદ નોઈડા સ્થિત મેરિયન બાયોટેક પ્રાઈવેટ લિમિટેડના ડ્રગ લાયસન્સને (Marion Biotech Private limited drug licence cancel)રદ કરવામાં આવ્યુ છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદીગઢની લેબમાં નિષ્ફળ પરિણામ
તેમણે કહ્યું કે ફાર્માસ્યુટિકલ કંપનીના 36 નમૂનાઓ પરીક્ષણ માટે ચંદીગઢની પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે 22 સેમ્પલ ટેસ્ટમાં માપદંડોને પૂર્ણ કરતા નથી. તેમણે કહ્યું કે કફ સિરપના ઘણા સેમ્પલમાં ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.


જયા જૈન-સચિન જૈન
ગૌતમ બુદ્ધ નગરના ડ્રગ ઈન્સ્પેક્ટર વૈભવ બબ્બરે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ઈ-મેલ દ્વારા કંપનીનું લાઇસન્સ રદ કરવાની જાણકારી આપી છે. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ નોઈડા) અમિત પ્રતાપ સિંહે કહ્યું કે જયા જૈન અને સચિન જૈનની શોધ ચાલી રહી છે, જેઓ ફાર્માસ્યુટિકલ કંપનીના ડાયરેક્ટર છે.


આ કેસમાં કંપનીના ડાયરેક્ટર જયા જૈન, સચિન જૈન, ઓપરેશન હેડ તુહિન ભટ્ટાચાર્ય, મેન્યુફેક્ચરિંગ કેમિસ્ટ અતુલ રાવલ અને મૂળ સિંહ વગેરે વિરુદ્ધ કલમ 274, 275, 276, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 17,17A,17-B હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.  આ કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસે તુહિન ભટ્ટાચાર્ય, અતુલ રાવત અને મૂળ સિંહની ધરપકડ કરી હતી.


શું હતો સમગ્ર મામલો?
ફાર્મા કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ કફ સિરપ અહીંના સેમ્પલ ટેસ્ટમાં ફેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેના સેવનથી ઘણા બાળકો મૃત્યુ પામ્યા હતા.


આ પણ વાંચો
રાશિફળ 22 માર્ચ: સિંહ-તુલા સહિત આ રાશિવાળા માટે અત્યંત શુભ છે આજનો દિવસ
ગુજરાતમાં ફરી મોતનો 'તાંડવ' શરૂ:11 દિવસ બાદ બીજું મોત, આજના કેસ તમને ધ્રુજારી ઉપાડશે

રસ્તો અને ચહેરો ઓળખવામાં થાય છે સમસ્યા, યાદદાસ્ત પર પડે છે અસર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube