મુંબઈઃ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના આજે લગ્ન હતા અને ધામ-ધૂમથી જાન નિકળી હતી, જેમાં તેની માતા નીતા અબાણી સહિત ટોચની હસ્તીઓએ ઠુમકા લગાવ્યા હતા. આ લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે દેશ-દુનિયાની ટોચની હસ્તીઓ આવી હતી. જેમાં સંયુક્ત રાષ્ટ્રોના પૂર્વ સેક્રેટરી જનરલ બાન-કી મૂન, તેમનાં પત્ની યુ સૂન, યુનાઈટેડ કિંગડમના પૂર્વ વડા પ્રધા ટોની બ્લેર અને તેમનાં પત્ની ચેરી બ્લેર, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ, પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા સહિતના અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ અને બોલિવૂડની હસ્તીઓ હાજર રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આકાશ અંબાણીની સાથે શાહરૂખ ખાન, કરણ જોહર, રણબીર કપૂર સહિતના બોલિવૂડ સ્ટારે ઠુમકા લગાવ્યા હતા. 



આકાશની જાનમાં તાજેતરમાં જ પરણેલી તેની બહેન ઈશા અંબાણી અને જીજાજી આનંદ પિરામલે પણ જોરદાર ડાન્સ કર્યો હતો. 



આકાશની જાનમાં તેની માતા નીતા અબાણી સૌથી ખુશ જણાતા હતા. કાળા રંગના ગોગલ્સમાં તેમણે એવો જોરદાર ડાન્સ કર્યો હતો કે હાજર સૌ ચકિત રહી ગયા હતા. 



નીતા અબાણીએ શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન સાથે ડાન્સના સ્ટેપ મિલાવ્યા હતા. 



આકાશની જાન ધામધૂમથી નિકળી હતી અને આખું બોલિવૂડ તેમાં ઉમટ્યું હતું.