Ghost Matrimonial Advertisement: લગ્ન માટે વર અને વધૂની શોધખોળવાળી જાહેરાત સમાચાર પત્રોમાં દરરોજ જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય મરી ગયેલી છોકરી માટે વર શોધવાની જાહેરાત જોઇ છે? ભલે સાંભળવામાં આ વિચિત્ર લાગે, પરંતુ કર્ણાટકના દક્ષિણી કન્નડ જિલ્લામાં ભૂતોના લગ્ન કોઇ નવી વાત નથી. તાજેતરમાં જ ત્યાં એક પરિવારે ત્રણ દાયકા પહેલાં મરી ગયેલી છોકરી માટે યોગ્ય વરની શોધમાં જાહેરાત આપી છે. રસપ્રદ વાત એ છે કે તેમને તેના પર ડઝનો પ્રસ્તાવ પણ મળ્યા છે. આવો આ બહાને સમજીએ કે પ્રેત મુદુવા (પ્રેતોના લગ્ન) શું હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cars Launch in May: મે 2024 માં લોન્ચ થઇ આ કાર, જાણી લો કિંમત અને મોડલ
Agriculture Idea: ખેતરમાં લગાવો 'રૂપિયાનું ઝાડ', ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડ


વાયરલ થઇ રહેલી સમાચારની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ પહેલાં મરી ગયેલી દુલ્હન માટે 30 વર્ષ પહેલાં મરી ગયેલા વરની શોધ છે, જે કુલાલ જાતિ અને બંગેરા (ગોત્ર) થી છે. કૃપિયા પ્રેત મુદુવા માટે સંપર્ક કરો. કર્ણાટક જ નહી પરંતુ ચીનના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારના ભૂત-પ્રેતના લગ્ન કરાવવામાં આવે છે. 


Roti Tips: સુપર સોફ્ટ બનાવવાની જાદૂઇ રીત, પડોશી પણ પૂછશે ભાભી શું છે રાજ
Grah Gochar 2024: 1 જૂનથી નોટોના ઢગલામાં આળોટશે 4 રાશિના લોકો, ગ્રહોના સેનાપતિ કરાવશે જલસા


કેમ કરાવે છે ભૂતોના લગ્ન?
પ્રેત મુદુવા, જેને ભૂત વિવાહ પણ કહે છે, બે મૃત વ્યક્તિના લગ્ન હોય છે. આ અપારંપારિક લગ્નની પરંપરા તુલુનાડૂ ક્ષેત્રમાં પ્રચલિત છે. તેમાં કર્ણાટક અને કેરલના કેટલાક જિલ્લામાં કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર તુલુવા લોક સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે મૃત આત્મા પરિવાર સાથે જોડાયેલો રહે છે. લગ્નનું આયોજન કરીને પરિવારના સભ્યો તેમના મૃત બાળકોને ખુશ રાખે છે. વધુમાં, સ્થાનિક લોકો માને છે કે લગ્ન પરિવારમાં સારા નસીબ અને સમૃદ્ધિ લાવે છે. જો મૃત આત્માઓના લગ્ન ન થાય તો પરિવાર પર સંકટોના વાદળ છવાયેલા રહે છે. 


Silver Price: મે મહિનામાં ચાંદીમાં 10,000 રૂપિયાથી વધુનો ઉછાળો, અધધ મોંઘી થઇ ચાંદી
દેશના મોટા શહેરોમાં ઘર ખરીદવું બન્યું મોંઘું, જાણો અમદાવાદમાં કેટલા વધ્યા ભાવ


પ્રેત મુદુવામાં કેવા પ્રકારના હોય છે રિવાજ?
ભૂતોના લગ્ન સામાન્ય રીતે કોઇ સામાન્ય લગ્નની માફક કરવામાં આવે છે. પરંપરાઓના અનુસાર વરના પરિવારના સભ્યોને ચા અને શીરો (સોજીનો હલવો) જેવું ભોજન ખાવાનું હોય છે અને દુલ્હનના પરિવારની શરતો સાથે સહમત થવું પડે છે. દુલ્હનનો પરિવાર વરનું ઘર જુએ છે અને પછી લગ્નની તારીખ ફાઇનલ કરે છે. સામાન્ય લગ્નની માફક પ્રેત મુદુવામાં બીજાને આમંત્રણ મોકલે છે અને લગ્નની ખરીદી થાય છે. જોકે બાળકો અને અપરણિતોને લગ્ન જોવાની પરવાનગી હોતી નથી. 


Diabetes ના દર્દીઓને નાળિયેર પાણી પીવું જોઇએ કે નહી? જાણો શુગર ઘટશે કે વધશે
Diabetes થી માંડીને હાર્ટના રોગોની સારવાર થશે સસ્તી, 41 વધુ દવાઓના ભાવ ઘટાડ્યા


વર્ષ 2022 માં એક્સ (પૂર્વમાં ટ્વિટર) પર એક યૂઝર @anny_arun એ એવા જ એક લગ્નના પોતાનો અનુભવને શેર કરવામાં આવ્યો હતો. તેમણે લખ્યું. 'લગ્નના દિવસે પહેલાં વર તરફથી 'ધારે સાદી' આપવામાં આવે છે. સાડી પહેરવા માટે દુલ્હનનો પર્યાપ્ત સમય આપવામાં આવે છે. ત્યારબાદ વર-કન્યા પોતાની જગ્યા લે છે. આ લગ્નમાં કન્યાદાન, મંગળસૂત્ર પહેરાવવા જેવા રિવાજ પણ કરવામાં આવે છે. પરિવારના તમામ લોકો નવા કપલને આર્શિવાદ આપે છે. છેલ્લે કન્યાને વરના પરિવારજનો લઇ જાય છે, જ્યાં તેની આરતી ઉતારવામાં આવે છે. ત્યારબાદ ભોજન સમારંભ યોજાય છે. 


શિકાકાઇ, આંબળા, અરીઠાથી બનાવો આ 'દેસી ઇન્ડીયન શેમ્પૂ', ઔષધિય ગુણોથી ભરપૂર
Maruti Ertiga નો ખેલ બગાડવા આવી રહી છે ગજબની 7-સીટર કાર, કંપનીએ આપી મોટે અપડેટ