Captain Anshuman Singh Wife : કેપ્ટન અંશુમન સિંહે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમને મરણોપરાંત કીર્તિ ચક્રથી નવાજવામા આવ્યા. ત્રણ દિવસ પહેલા રાષ્ટ્રપતિ કેપ્ટન અંશુમનના પત્ની સ્મૃતિ અને માતા મંજુને તેમની અમાનત સોંપવામાં આવી. એ એક એવી ક્ષણ હતી, જે અસંખ્ય લોકોના આંખમાં આસું આપીને ગઈ. લોકોએ કેપ્શનની વીરગાથા યાદ કરી. ત્યારે શહીદના માતાપિતાએ પોતાની વ્યથા ઠાલવી હતી. આ એક એવી વ્યથા છે જે NOK ને લઈને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિયાચીનમાં ગત વર્ષ 19 જુલાઈના રોજ શહીદ થયેલા કેપ્ટન અંશુમનના માતાપિતાએ આર્મીમાં NOK માપદંડને બદલવાની માંગ કરી છે. પિતા રવિ પ્રતાપ સિંહે કહ્યું કે, અમે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. રાહુલ ગાંધીએ અમને ભરોસો અપાવ્યો કે તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે આ મામલે વાતચીત કરશે. 


NOK શું છે
NOK નુ ફુલફોર્મ Next TO Kin છે. એટલે કે નજીકના પરિવારજન. કોઈ પણ નોકરી કે સેવામાં આ સૌથી પહેલા નોંધવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો, એ રીતે હોય છે, જેમ કે બેંકમાં કોઈ નોમિની. તેને કાયદાકીય ઉત્તરાધિકારી પણ કહેવાય છે. એટલે કે જે વ્યક્તિ સેવામાં છે, જો તેને કંઈ થઈ જાય તો તને મળનારી રકમ કે સન્માન NOK ને આપવામાં આવે છે. 
 
આર્મીમાં જ્યારે ભરતી થનાર જવાન કે ઓફિસર સેવામાં જાય છે ત્યારે તેના માતાપિતા કે અભિભાવકનું નામ NOK તરીકે નોંધવામા આવે છે. જ્યારે કેડેટ કે ઓફિસના લગ્ન થઈ જાય છે તો લગ્ન અને યુનિટના આદેશ અનુસાર તે વ્યક્તિના નજીકના પરિવારજનોમાં માતાપિતાને બદલે તેના જીવનસાથીનું નામ નોંધવામાં આવે છે. 


શહીદના માતાપિતાએ શું કહ્યું
કેપ્ટન અંશુમનના પિતા રવિ પ્રતાપ સિંહે કહ્યું કે NOK અંગે જે માપદંડ નક્કી કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. મેં આ અંગે રક્ષા મંત્રીને પણ જાણ કરી છે. તેણે કહ્યું કે અંશુમનની પત્ની હવે અમારી સાથે નથી રહેતી, આજ સુધી તેણે તેના ન રહેવાનું કારણ જણાવ્યું નથી. લગ્નને પાંચ મહિના થયા છે, કોઈ બાળક નથી, માતા-પિતાનો માત્ર એક ફોટો છે જેના પર માળા લટકાવવામાં આવી છે. તેથી જ અમે ઈચ્છીએ છીએ કે NOK ની વ્યાખ્યા નક્કી કરવામાં આવે. જો શહીદની પત્ની પરિવારમાં રહેશે તે નક્કી છે, તો કોની કેટલી નિર્ભરતા છે? મેં રાહુલ ગાંધી પાસેથી પણ આ જ માંગ કરી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે હું રાજનાથ સિંહ સાથે વાત કરીશ. શહીદ કેપ્ટનની માતા મંજુએ કહ્યું કે મારી સાથે જે થયું તે સારું છે, પરંતુ ભવિષ્યમાં કોઈની સાથે આવું ન થવું જોઈએ.


NOK ની નોંધણી શા માટે જરૂરી છે?
જો સેનામાં તાલીમ અથવા સેવા દરમિયાન કોઈપણ કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય, તો તે NOK ને જાણ કરવાની જવાબદારી સંબંધિત એકમની છે. જો સારવાર દરમિયાન કોઈ અપ્રિય ઘટના બને તો NOK ને સૌ પ્રથમ તેની જાણ કરવામાં આવે છે. શહીદને આપવામાં આવતું સન્માન અને બાકી રકમ પણ નજીકના સંબંધીઓને એટલે કે જીવનસાથીને ચૂકવવામાં આવે છે.