Video : તેજ પ્રતાપના લગ્નમાં અફરા-તફરી, ભીડે લૂંટ્યું ભોજન
આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્નમાં શનિવારે હંગામો થયો અને બેકાબૂ ભીડે વીઆઇપી અને મીડિયા માટે બનેલા પંડાલને અલગ કરનાર ઘેરાને તોડી દીધો તથા ભોજનના સામાનને લૂંટવા લાગ્યા. તમને જણાવી દઇએ કે તેજ પ્રતાપ આરજેડી ધારાસભ્ય ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય સાથે શનિવારે લગ્નગ્રંથીમાં જોડાયા હતા.