પૂણે: મહારાષ્ટ્ર (Maharashtra) ના પૂણે (Pune) માં શુક્રવારે રાત્રે કેમ્પ એરિયા સ્થિત ફેશન સ્ટ્રીટ (Fashion Street) માં આગળ લાગતાં નાની મોટી લગભગ 448 દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. મુખ્ય ફાયર ટેંડર અધિકારી પ્રશાંત રણપાસેએ જણાવ્યું કે લગભગ 9:30 વાગ્યાની આસપાસ ફેશન સ્ટ્રીટ (Fashion Street) માં આગ લાગવાની ઘટનાને લઇને ફોન આવ્યો હતો. આ દરમિયાન ફાયર બ્રિગેડ (Fire Brigade) ની બે ગાડીઓને મોકલી હતી પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઇ કે કંઇ કરવાની તક ન મળી. માર્કેટમાં લાગેલી આગ ખૂબ ભયાનક હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ(Fire Brigade) ની 16 ગાડીઓ અને 50 ફાયર ફાઇટર જવાન અને 10 અધિકારી હાજર હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તેમણ કહ્યું કે ફેશન સ્ટ્રીટમાં આગની જ્વાળાઓ એટલી ઉંચી હતી કે શહેરના દરેક ખૂણામાંથી તેને જોઇ શકાતી હતી. 1:10 વાગ્યાની આસપાસ કાબૂ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. માર્કેટમાં હાજર સામાન બળીને રાખ થઇ ગયો હતો. 

1 એપ્રિલથી પડશે મોંઘવારીની જોરદાર માર, Car, Bike, TV, AC બધુ જ થઇ જશે મોંઘુ


ફેશન સ્ટ્રીટ (Fashion Street) ના એક દુકાનદારના ભાઇએ જણાવ્યું હતું કે શુક્રવારે વીકેંડના સેલના લીધે દુકાનદાર દુકાનોમાં માલ લઇને રાખે છે. અઠવાડિયાના અંતમાં ત્રણ લાખ સુધીનો માલ આવે છે. જેથી અંદાજો લગાવી શકાય કે કેટલું નુકસાન થયું હશે. કપડાંથી માંડીને ઇલેક્ટ્રોનિક સુધીનો સામાન અહીં વ્યાજબી ભાવે મળી જાય છે. 


આગની ઘટના બાદ હવે દુકાનદારોને રાજ્ય સરકાર તરફથી મદદની આશા છે. જેથી દુકાનદાર, લેબર અને અહીં કામ કરનાર લોકો ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. ગત 15 દિવસમાં કેમ્પ એરિયામાં આગની બીજી ઘટના છે. આ પહેલાં શિવાજી માર્કેટમાં ઝડપથી આગની ઘટના સામે આવી હતી. જેમાં 25 દુકાનો બળીને ખાખ થઇ ગઇ હતી. 

Ahmedabad: ધોળા દિવસે AMT માં ચોરી થતા ક્યારેય જોઇ છે? CCTV માં કેદ થઇ તસ્કરોની કમાલ


આ પહેલાં ગુરૂવારે પણ મુંબઇના સનરાઇઝ હોસ્પિટલમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ હોસ્પિટલના એક મોલમાં ત્રીજા માળે આવેલી હતી. આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ મોડી રાત્રે 11.30 વાગે લાગી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube