દિલ્હીમાં ગત મોડી સાંજે મોટી દુર્ઘટના; ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી, અત્યાર સુધીમાં 7ના મોત
પૂર્વી દિલ્હીના એડિશનલ ડીસીપીએ આ ઘટના અંગે જણાવ્યું છે કે, રાત્રે 1 વાગે ગોકુલપુરી પોલીસ વિસ્તારમાં આગની દુર્ઘટનાની માહિતી મળી હતી જેના કારણે તાત્કાલિક બચાવ ટીમ સાથે અમે પણ ઘટના સ્થળે પહોંચ્યા.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના બની છે. દિલ્હીની ગોકુલપુરી વિસ્તારમાં શુક્રવારે મોડીસાંજે ભીષણ આગની ઘટના બની. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આગની દુર્ઘટનાની માહિતી મળતાં જ 13 ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગઈકાલ રાતથી રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગે જણાવ્યું છે કે, હાલ તો આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
રાત્રે લગભગ 1 વાગે લાગી હતી આગ
પૂર્વી દિલ્હીના એડિશનલ ડીસીપીએ આ ઘટના અંગે જણાવ્યું છે કે, રાત્રે 1 વાગે ગોકુલપુરી પોલીસ વિસ્તારમાં આગની દુર્ઘટનાની માહિતી મળી હતી જેના કારણે તાત્કાલિક બચાવ ટીમ સાથે અમે પણ ઘટના સ્થળે પહોંચ્યા. અમે ફાયર વિભાગ સાથે પણ સંપર્ક કર્યો હતો, જેમણે ખુબ જ સારી કામગીરી કરી છે. અમે લગભગ 4 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં 30 ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ હઈ અને 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube