થાણા: સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે એક મેરેજ હોલના મંડપમાં ભીષણ આગ લાગી પરંતુ તેનો કોઈ જ ફરક ત્યાં હાજર લોકો પર ન પડ્યો. તેઓ તો પાછળ આગ  ફાટી નીકળી પણ મોજથી ભોજનનો આનંદ માણતા રહ્યા. કહેવાય છે કે આ વીડિયો મહારાષ્ટ્રના થાણાનો છે. રવિવારે મોડી રાતે થાણાના અન્સારી મેરેજ હોલમાં આગ લાગી ગઈ. આગના કારણે મેરેજ હોલને ખુબ નુકસાન થયું. જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈના ઘાયલ થવાના કે મોતના અહેવાલ નથી. જ્યારે મેરેજ હોલમાં આગ લાગી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગ લાગવા છતાં ખાવાનું ખાતા રહ્યા લોકો
વાયરલ વીડીયોમાં જોવા મળી રહ્યું છે કે મેરેજ હોલમાં ભયાનક આગ લાગવા છતાં ત્યાં હાજર લોકો ખાવાનું ખાતા રહ્યા. મોટાભાગના લોકો એ જ ઈચ્છતા હતા કે આગ વધુ ફેલાય તે પહેલા ખાવાનું ખાઈને ત્યાંથી ભાગી જાય. સોશિયલ મીડિયા પર આ યૂઝર્સ હવે લોકોની ટીકાનો ભોગ બની રહ્યા છે. તેમનું કહેવું છે કે લોકો આટલા અસંવેદનશીલ  કેવી રીતે હોઈ શકે?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube