મુંબઈઃ મહારાષ્ટ્ર ઘણા જિલ્લામાં ભારે વરસાદ (Hevay Rain) ને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે. ભારે વરસાદને કારણે કોંકણ ક્ષેત્રની મુખ્ય નદીઓ રત્નાગિરિ અને રાયગઢ જિલ્લામાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને સરકારી તંત્ર પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં લાગી છે. પૂરને કારણે ઘણા ગામો સંપર્કવિહોણા થઈ ગયા છે. તો ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે અને આશરે છ હજાર યાત્રીકો ફસાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરી વાત
મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે વાત કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યુ- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી, ભારે વરસાદ અને પૂરને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રના કેટલાક ભાગની સ્થિતિ પર ચર્ચા કરી. સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્રએ દરેક સંભવ સહાયતા આપવાનું આશ્વાસન આપ્યું છે. બધાની સુરક્ષા અને સલામતી માટે પ્રાર્થના. 


રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા માટે આપી હતી લાખો રૂપિયાની લાંચ!  પોર્ન ફિલ્મ કેસના આરોપીનો દાવો


IMD એ જારી કર્યું એલર્ટ
ભારતીય હવામાન વિભાગે (IMD) સમુદ્રી ક્ષેત્રો માટે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને એલર્ટ રહેવા અને નદીઓના જળસ્તર પર નજર રાખવા અને લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાના નિર્દેશ આપ્યા છે. ગજબુડી, વશિષ્ઠી, કોડાવલી, શસ્ત્રી, બાવ સહિત રત્નાગિરી જિલ્લાની મુખ્ય નદીઓ ખતરાના નિશાન ઉપર વહી રહી છે. તેના કારણે ખેડ, ચિપલૂન, લાંજા, રાજાપુર, સંગમેશ્વર અને આસપાસના વિસ્તાર પ્રભાવિત થયા છે. આ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યાં છે. 


હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં રેકોર્ડ વરસાદ
પાડોશી રાયગઢ જિલ્લામાં પણ આ પ્રકારે કુંડલિકા, અંબા, સાવિત્રી, પીતીલગંગા, ગઢી, ઉલ્હાસ સહિત મુખ્ય નદીઓ ખતરાના નિશાન પર છે. આ વસ્સે સીએમઓએ કહ્યુ કે સતારા જિલ્લાના લોકપ્રિય હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં 480 મિમી વરસાદ થયો છે, જેથી સાવિત્રી અને અન્ય નદીઓનું જળસ્તર વધ્યું છે.


આ પણ વાંચોઃ Farmers Protest: જંતર મંતર પર 200 કિસાનોએ શરૂ કરી 'કિસાન સંસદ', સરકારે આપ્યું વાતચીતનું આમંત્રણ


અનેક ગામો સંપર્ક વિહોણા, સ્ટેટ હાઈવે બંધ
તો કોલ્હાપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદને કારણે સ્ટેટ હાઈવેના કેટલાક ભાગમાં પાણી ભરાવાને કારણે સમસ્યા ઉભી થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુરૂવારે સવારે આઠ કલાકે છેલ્લા 24 કલાકમાં પશ્ચિમી મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં રેકોર્ડ સ્તર પર 93 મિમી વરસાદ નોંધાયો છે. 

ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે જણાવ્યું કે કોલ્હાપુરની પંચગંગા નદીમાં રાજારામ બાંધમાં જળસ્તર ચેતવણીના સ્તરને પાર કરી ગયું છે. તેમણે જણાવ્યું કે, ત્રણ જિલ્લામાં રસ્તા બંધ કરવા પડ્યા કારણ કે ઘણા ભાગ જળબંબાકાર થઈ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube