યુ એસ નેશનલ ઓશનિયક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ) મુજબ ગુરુવારે એક શક્તિશાળી સૌર તોફાન પૃથ્વી સાથે અથડાયું. એજન્સીઓને ચિંતા છે કે તોફાન હેલન અને મિલ્ટનને પહોંચી વળવા માટે થઈ રહેલા રિકવરી પ્રયત્નોને પ્રભાવિત કરી શકે છે. એનઓએએના અંતરિક્ષ મૌસમ પૂર્વાનુમાન કેન્દ્ર (એસડબલ્યુપીસી) મુજબ મંગળવાર સાંજે સૂર્યથી કોરોનલ માસ ઈજેક્શન (સીએમઈ) વિસ્ફોટ થયો અને ગુરુવારે સવારે 11:15 વાગે (ઈએસટી) લગભગ 1.5 મિલિયન માઈલ પ્રતિ કલાક (2.4 મિલિયન કિમી પ્રતિ કલાક)ની ઝડપથી પૃથ્વી પર પહોંચી ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિન્હુઆ સમાચાર એજન્સીએ એસડબલ્યુપીસીના હવાલે જણાવ્યું કે તોફાન જી4 (ગંભીર)સ્તર પર પહોંચી ગયું. તેને જી4 જિયોમેગ્નેટિક સ્ટોર્મ વોચ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ગુરુવાર અને શુક્રવારના રોજ જી4 કે તેનાથી વધુ જિયોમેગ્નેટિક સ્ટોર્મ વોચ પ્રભાવી રહ્યું. એસડબલ્યુપીસી, જિયોમેગ્નેટિક તોફાનની સ્થિતિઓને લઈને ચેતવણીઓ અને એલર્ટ જાહેર કરે છે. એનઓએએ મુજબ આ તોફાન હેલન અને મિલ્ટન તોફાનો માટે ચાલી રહેલા રિકવરી પ્રયત્નો પર નકારાત્મક અસર નાખી શકે છે જેમાં રેડિયો બ્લેકઆઉટ, વીજળી ગ્રિડ પર દબાણ અને જીપીએસ સેવાઓમાં ઘટાડો સામેલ છે. 


CME એ સૂર્યના કોરોનામાંથી ચુંબકીય ક્ષેત્રો અને પ્લાઝ્મા દ્રવ્યમાનનું મોટા પ્રમાણમાં ઉત્સર્જન છે. જ્યારે તે પૃથ્વી તરફ આવે છે ત્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમં મોટી ગડબડી પેદા કરે છે. જેને ભૂ-ચુંબકીય તોફાન કહેવામાં આવે છે. તેનાથી રેડિયો બ્લેકઆઉટ, વીજળી કાપનું જોખમ વધે છે. 


ઈનપુટ-એજન્સી આઈએએનએસ