Shahi Eidgah Mosque Survey: શ્રીકૃષ્ણ જન્મસ્થાન શાહી ઈદગાહ વિવાદ મામલે આજે મથુરા કોર્ટે વિવાદિત સ્થળના સર્વે માટે આદેશ આપ્યો છે. અમીને 20 જાન્યુઆરી સુધીમાં નક્શા સહિત શાહી ઈદગાહ વિવાદિત સ્થળ પરિસરનો સર્વેક્ષણ રિપોર્ટ કોર્ટેને સોંપવાનો રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે તમામ પક્ષકારોને પણ નોટિસનું પાલન કરાવવાનો આદેશ આપ્યો છે. સિવિલ જજ સીનિયર ડિવિઝન તૃતિય સોનિકા વર્માની કોર્ટે શાહી ઈદગાહના વિવાદિત સ્થળના સર્વેનો આદેશ આપ્યો. વકીલ શૈલેષ દુબેએ કહ્યું કે હિન્દુ સેના તરફથી દાખલ કરાયેલા દાવામાં આદેશ આવ્યો છે. 


શાહી ઈદગાહ મસ્જિદના સર્વેનો આદેશ
અત્રે જણાવવાનું કે કોર્ટમાં દાવો શ્રીકૃષ્ણ જન્મસ્થળની 13.37 એકર જમીન મુક્ત કરાવવા અને શાહી ઈદગાહને વિવાદિત સ્થળથી હટાવવા માટે કરાયો છે. સિવિલ જજ સીનિયર ડિવિઝન (તૃતિય)ની કોર્ટે હિન્દુ સેનાના દાવા પર સુનાવણી કરતા શાહી ઈદગાહ મસ્જિદનો અમીન સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. 20 જાન્યુઆરી સુધી અમીને તેનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. નોંધનીય છે કે આ એ જ રીતે છે જે રીતે વારાણસીમાં જ્ઞાનવાપી મામલે કોર્ટે આદેશ આપ્યો હતો. તેના પર ગુરુવારે પક્ષકારોને નોટિસ મળવાની હતી પરંતુ સુનાવણી થઈ શકી નહીં. આ મામલે આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube