Mathura Murder Case: સૂટકેસમાંથી મળેલી લાશ મામલે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણી હચમચી જશો
Mathura Girl Murder Case: મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વેના કિનારે લાલ રંગની ટ્રોલી બેગમાંથી મળી આવેલો મૃતદેહ દિલ્હીની આયુષી યાદવ (21)નો નીકળ્યો. રવિવારે મૃતકની માતા અને ભાઈએ મૃતદેહની ઓળખ કરી.
Mathura Girl Murder Case: મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વેના કિનારે લાલ રંગની ટ્રોલી બેગમાંથી મળી આવેલો મૃતદેહ દિલ્હીની આયુષી યાદવ (21)નો નીકળ્યો. રવિવારે મૃતકની માતા અને ભાઈએ મૃતદેહની ઓળખ કરી. પોલીસના જણાવ્યાં મુજબ આયુષીની હત્યા ઓનર કિલિંગનો મામલો છે. પિતાએ જ પુત્રીને ગોળી મારી હતી અને પછી લાશ સૂટકેસમાં રાખીને મથુરાના રાયા વિસ્તારમાં ફેંકી હતી. પોલીસે આરોપી પિતાને પકડીને તેની પૂછપરછ શરી કરી દીધી છે.
એસપી સિટી એમ પી સિંહનું કહેવું છે કે યુવતી 17 નવેમ્બરે સવારે ઘરેથી નીકળી હતી. બીજા દિવસે એટલે કે 18 નવેમ્બરે યમુના એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પરથી એક ટ્રોલી બેગમાં તેનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના માથા, હાથ અને પગમાં ઈજાના નિશાન હતા અને છાતીમાં ગોળી મારવામાં આવી હતી. મથુરા પોલીસે મૃતક યુવતીની ઓળખ માટે 8 ટીમો કામે લગાવી હતી. પોલીસની ટીમો યુવતીની ઓળખ માટે ગુરુગ્રામ, આગ્રા, અલીગઢ, હાથરસ, નોઈડા અને દિલ્હી સુધી પહોંચી.
પોલીસના જણાવ્યાં મુજબ તપાસમાં લાવારિસ લાશની ઓળખ આયુષી યાદવ તરીકે પુત્રી નિતેશ યાદવ રહીશ ગલી નંબર 65, ગામ મોડબંધ, પોલીસ મથક બદરપુર (દિલ્હી) તરીકે થઈ. ત્યારબાદ પોલીસ યુવતીના ઘરે પહોંચી. જ્યાં તેની માતા અને ભાઈ મળ્યા જ્યારે પિતા ગાયબ હતા. ત્યારબાદ બંનેને પોસ્ટમોર્ટમ ગૃહ લાવીને લાશની ઓળખ કરાવવામાં આવી. માતાએ લાશ પુત્રી આયુષીની જ ગણાવી અને કઈ પણ આગળ કહેવાની ના પાડી દીધી હતી.
પિતા જ નીકળ્યા હત્યાના આરોપી
ચોંકાવનારી વાત એ હતી કે ઘરવાળાઓએ આ મામલે પુત્રીની ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી નહતી. જો કે આ મામલે પોલીસને શરૂઆતથી જ ઈનપુટ મળી ગયા હતા કે પિતા જ પુત્રીની હત્યાનો આરોપી છે. હાલ આરોપી પિતા પોલીસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલુ છે. આ સાથે જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને લાશને લઈ જવામાં ઉપયોગમાં લેવાયેલી કારને પણ જપ્ત કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube