મથુરા : ઉત્તરપ્રદેશનાં મથુરા જનપદમાં ગુરૂવારે નોએડામાં ફરજંદ સિપાહીએ સામાન્ય બોલાચાલીમાં પોતાની લાઇસન્સવાળી પિસ્ટલથી એક યુવકને ગોળી મારી દીધી હતી. જેના પગલે યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળ પર હાજર લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કરી દીધો હતો. એસપી સિટી રાજેશ કુમાર સિંહે કહ્યું કે, વૃદાંવન વિસ્તારમાંઆ ઘટના બની છે. મથુરાના બિરલા પોલીસ ચોકી નજીક કેવલ રામ શર્માનો પુત્ર રજત (22) પોતાનાં મિત્રો સાથે હોળી રમવા માટે વૃંદાવન જઇ રહ્યો હતો.ત્યારે જ પાગલ બાબા આશ્રમ નજીક માંટ તિરાહે પર સામેથી આવી રહેલી સ્કોર્પિયો ગાડીમાં રહેલ પોલીસ કર્મચારી રોહિત યાદવ ઉર્ફે ટિલ્લુ સાથે કોઇ બાબતે તેનો વિવાદ થઇ ગયો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ગૌતમબુદ્ધ નગર (નોએડા)માં ફરજંદ રોહિતે માથાકુટ થવાનાં કારણે રજતને ગોળી મારી દીધી હતી. રોહિત મુળ નિવાસી મથુરાનો જ  છે. પોલીસે જણાવ્યું કે, રજતને ગોળી લાગવાનાં કારણે તેનો સાથે તેની નજીકની મેડિસીટી હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ આરોપી સિપાહીને વૃંદાવન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. 

પોલીસે હત્યામાં વપરાયેલ પિસ્ટલ તથા સ્કોર્પિયો ગાડી જપ્ત કરી લીધી છે. હાલ પોલીસે આ મુદ્દે તપાસ કરી રહી છે પરંતુ હત્યાનું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. જો કે આટલી નાની બાબતમાં જ પોલીસ જવાને ગોળી મારી દીધી હતી અગાઉની જુની અંગત અદાવત હતી. તે મુદ્દે હજી સુધી સ્પષ્ટતા થઇ શકી નથી.