Mathura Shahi Eidgah: જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરાના વિવાદિત ઈદગાહ મસ્જિદ પરિસરને સીલ કરવા માટે મથુરા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હિન્દુ અરજીકર્તાનો દાવો છે કે જો પરિસરને સીલ કરવામાં ન આવ્યું તો ગર્ભગૃહ અને અન્ય પુરાતત્વ મંદિરના અવશેષોને નુકસાન કે હટાવવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અરજીમાં માંગણી કરવામાં આવી છે કે શાહી ઈદગાહની સુરક્ષાને વધારવામાં આવે, અવરજવર પર રોક  લગાવવામાં આવે અને સુરક્ષા અધિકારીની નિમણૂંક કરવામાં આવે. સિવિલ જજ સીનિયર ડિવિઝન કોર્ટ આજે આ અરજી પર સુનાવણી કરશે. આ અરજી એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે કરી છે. શાહી ઈદગાહની સુરક્ષાને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરતા સુરક્ષા અધિકારી નિયુક્ત કરવાની માંગણી કરી છે. હિન્દુ અરજીકર્તાએ કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં જે પ્રકારે હિન્દુ શિવલિંગના અવશેષ મળ્યા છે તેનાથી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે કેત્યાં પ્રતિવાદી (મુસ્લિમ પક્ષ) શરૂઆતથી જ આ  કારણે વિરોધ કરી રહ્યો છે. આ સ્થિતિ શ્રીકૃષ્ણ જન્મભૂમિની પણ છે. જે અસલ ગર્ભગૃહ છે, અહીં પણ તમામ હિન્દુ ધાર્મિક અવશેષ કમળ,શેષનાગ, ઓમ, સ્વસ્તિક વગેરે ચિન્હોના અવશેષ છે જેમાંથી ઘણા ખરા નષ્ટ કરી દેવાયા છે. 


હિન્દુ અરજીકર્તાએ એમ પણ કહ્યું કે જો હિન્દુ અવશેષોને મીટાવી દેવાયા તો કરેક્ટર ઓફ  પ્રોપર્ટી ચેન્જ થઈ જશે અને વાદનો ઉદ્દેશ્ય તથા પુરાવા ખતમ થઈ જશે. આવી સ્થિતિમાં ત્યાં તમામની અવરજવર બંધ કરાવીને તે પરિસરની યોગ્ય સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે કે પરિસરને સીલ કરવામાં આવે. 


અત્રે જણાવવાનું કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સરવેના આદેશબાદ મથુરાની શાહી ઈદગાહ વિશે પણ પણ અરજી હાલમાં જ કોર્ટમાં દાખલ કરાઈ હતી. કોર્ટ મનિષ યાદવની આ અરજી સ્વીકારી ચૂકી છે અને સુનાવણી એક જુલાઈએ થશે. અરજીકર્તા મનિષ યાદવનો દાવો છે કે તેઓ ભગવાન શ્રીકૃષ્ણના વંશજ છે.અરજીમાં માગણી કરાઈ છે કે કોઈ એડવોકેટ કમિશનર નિયુક્ત કરીને શાહી ઈદગાહની વીડિયોગ્રાફી કરાવવામાં આવે અને રિપોર્ટ માંગવામાં આવે. 


Gyanvapi Masjid Survey: જ્ઞાનવાપી મસ્જિદના જે ભાગમાંથી શિવલિંગ મળ્યાનો દાવો થયો, ત્યાંનો જૂનો Video થયો વાયરલ


જુઓ LIVE TV


Uttar Pradesh: CM યોગીની એક ટ્વીટથી ખળભળાટ, શું હવે બદલાઈ જશે આ શહેરનું નામ?


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube