લખનઉ: શિયા ધર્મ ગુરુ મૌલાના કલ્બે જવ્વાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈસ્લામ જ્ઞાનના મુરીદ થઈ ગયા છે. મૌલાના જવ્વાદે કહ્યું કે ઈન્દોરમાં પીએમ મોદીના ઈમામ હુસૈન પર તકરીર કરતા જોયા તો અચંબામાં પડી ગયો. મૌલાના કલ્બે જવ્વાદે વડાપ્રધાનને મોહર્રમ પર લખનઉ આવવાનું આમંત્રણ આપ્યું છે. શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે આઝાદે કહ્યું કે તેમણે જ્યારે ટીવી પર જોયુ કે પીએમ નરેન્દ્ર મોદી ઈમામ હુસૈન પર તકરીર આપી રહ્યાં હતાં તે જોઈને ખુબ સારું લાગ્યું. ઈન્દોરમાં તેઓ માત્ર તકરીર નહતાં આપી રહ્યાં પરંતુ તેમણે નૌહાનું પણ વાંચન કર્યું અને તે પણ તેની આખી ધૂન સાથે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્દોરની બોહરા મસ્જિદની મુલાકાત બાદ હવે શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે જવ્વાદે તેમને મોહર્રમ પર લખનઉની અજાદારીમાં સામેલ થવાનું આમંત્રણ આપવાની તૈયારીઓ કરી લીધી છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી બોહરા સમાજના કાર્યક્રમ આલમી પૈગામ એ ઈન્સાનિયતમાં સામેલ થયા હતાં. પહેલીવાર એવું બન્યું હતું કે જ્યારે દેશના વડાપ્રધાન બોહરા સમાજના કાર્યક્રમમાં સામેલ થયા હતાં. 



શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે જવ્વાદે કહ્યું કે તેમને ખુબ સારું લાગ્યું કે જ્યારે તેમણે ટીવી પર જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈમામ હુસૈન પર તકરીર આપી રહ્યાં હતાં. તેઓએ નૌહા પણ આખી ધૂન સાથે વાંચી. જવ્વાદે કહ્યું કે ધૂન સાથે વાંચવાનો અર્થ એ છે કે પીએમ મોદી ફક્ત મોઢેથી નહીં પરંતુ હ્રદયથી વાંચી રહ્યાં હતાં. નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા વડાપ્રધાન છે જેમણે ઈમામ હુસૈનની તકરીર  કરી. તેમણે કહ્યું કે અમે ઈચ્છીશું કે મોદીજી અમારે ત્યાં પણ આવે.