નવી દિલ્હી: માર્ચના બીજા સપ્તાહમાં નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર મૌલાના સાદની જાણકારી મળી છે. પોલીસ સૂત્રો અનુસાર મૌલાના સાદ જાકિરનરમાં આવેલા તેના ઘરમાં ક્વોરન્ટાઇન છે. મૌલાના સાદે જ તે ધાર્મિક કાર્યક્રમનું ઓયોજન કર્યું હતું જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. તેના પરિણામે દેશમાં અચાનક કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત આંકડાઓ અનુસાર અત્યાર સુધી દેશમાં કોરોનાના જેટલા પણ કેસ સામે આવ્યા છે. તેમાંથી લગભગ 30 ટકા લોકો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. આ કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોમાંથી કેટલાક લોકોના મોત પણ થયા છે. હજારો લોકો ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, કેટલાક વિદેશી નાગરિક ટૂરિસ્ટ વીઝા પર અહીં આવ્યા હતા અને જમાતના ધાર્મિક કર્યાકર્મમાં ભાગ લેતા હતા. એવા હજારો લોકોને બ્લેક લિસ્ટ કરી તેમના વીઝાને પણ રદ્દ કરવામાં આવ્યા છે. 


દેશમાં અત્યારસુધીમાં 1445 લોકો કોરોના સંક્રમિત દર્દી તબલીગી જમાતના છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 20 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ 20 કેસમાંથી 10 મરકઝના છે. મૌલાના સાદ પર કેટલાક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સાદની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યા બાદ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમ  તપાસ કરી રહી છે.


દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમે 26 સવાલોનું એક લિસ્ટ પણ તૈયાર કરી મૌલાના સાદના ઘરે મોકલ્યું છે. તેમાં લિસ્ટ દ્વારા માહિતી માગવામાં આવી છે કે, કઈ રીતે આ મરકઝમાં લોકો આવી રહ્યાં હતા. જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી કેટલા લોકો આવ્યા છે. કઈ રીતે મરકઝનું આયોજન કરવામાં આવતું હતું?


આ વચ્ચે સૂત્રોના અહેવાલથી મળતી જાણકારી અનુસાર કોરોનાના ખતરાને જોઈ કેટલાક મુસ્લિમ નેતાઓએ તબલીગી જમાતના કાર્યક્રમને રદ કરવાની સલાહ આફી હતી. સૂત્રોનું કહેવું છે કે, કેટલાક ઇસ્લામિક સ્કોલર અને ધર્મગુરૂઓએ પણ મૌલાના સાદને આ કાર્યક્રમ રદ કરવાનો આગ્રહ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને લઇને તબલીગી જમાત બે ભાગમાં વહેચાઈ ગઈ હતી, એક જૂથે આ કાર્યક્રમને ટાળ્યો હતો. પરંતુ મૌલાના સાદ તેની જીદ પર રહ્યો અને નિઝામુદ્દી મરકઝમાં ધાર્મિક કાર્યક્રમ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube