બરેલી : ઉંમરના જે પડાવ પર પતિ-પત્ની એક બીજાના સારથી હોય છે. તે પડાવ પર એક વૃદ્ધ મૌલવીએ પોતાની 60 વર્ષની પત્નીને તલાક આપીને સંબંધ તોડી નાખ્યો છે. કિસ્સો બરેલીમાં તે સમયે સામે આવ્યો જ્યારે દેશમાં ત્રિપલ તલાક બિલનો મુદ્દો ચગેલો છે. મહિલાએ જણાવ્યું કે, તેનો ગુનો માત્ર એટલો હતો કે તેણે પોતાનાં પતિનાં આડા સંબંધોનો વિરોધ કર્યો હતો. 60 વર્ષની વૃદ્ધ મહિલા હવે પોતાનાં પિયરમાં છે અને પોલીસ પાસેથી ન્યાયની માંગ કરી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસ્સો બરેલીનાં બહેડીનો છે. પીડિતાનાં લગ્ 19 વર્ષ પહેલા ઉતરાખંડના સિતારાગંજના મૌલવી તથા મદરેસા સંચાલક સિરાજ અહેમદ ઉર્ફે (મુન્ને મિયા) સાથે થયો હતો. પીડિતાએ જણાવ્યું કે, પહેલી પત્નીના મર્યા બાદ સય્યદ સિરાજ અહેમદે તેમની સાથે બીજા લગ્ન કર્યા. તે સમયે તેમની પહેલી પત્ની થકી તેમને આઠ બાળકો હતા. 


પીડિતાનો આરોપ છે કે પત્નીના દેહાંત બાદ મૌલવીએ બાળકો ન જ જણાવીને બીજા લગ્ન કરી લીધા. લગ્નના થોડા સમય બાદ મૌલવીએ પોતાના પુત્રની પત્ની સાથે પણ આડા સંબંધો બાંધ્યો. જેનો વિરોધ કર્યો તો ઘરમાં તેની સાથે અયોગ્ય વર્તન થવા લાગ્યું. કિસ્સો વધારે ગરમાયો તો મૌલવીએ લગ્નનાં 19 વર્ષ બાદ પોતાની પત્નીને ત્રણ તલાક આપીને ઘરની બહાર કાઢી મુકી હતી. 

પીડિતાએ બહેડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને પોતાનાં મૌલવી પતિની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટેની માંગ કરી છે. જો કે અત્યાર સુધી આ મુદ્દે પોલીસે ફરિયાદ દાખલ નથી કરી. આ મુદ્દે માહિતી આપસા એસપી ગ્રામી સંસાર સિંહનું કહેવું છે કે હાલ તેઓ આ મુદ્દે તપાસ કરાવી રહ્યા છે.