ચૂંટણીને લઇ કેન્દ્ર સરકારે રામ મંદિર મુદ્દે SCમાં કરી અરજી: માયાવતી
રામ મંદિર વિવાદ પર કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યાની નિર્વિવાદ જમીન સંબંધિત માલિકોને સોપવાની અરજી પર બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો.
નવી દિલ્હી/લખનઉ: રામ મંદિર વિવાદ પર કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યાની નિર્વિવાદ જમીન સંબંધિત માલિકોને સોપવાની અરજી પર બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. માયાવતીએ આરોપ લગાવ્યો કે જબરદસ્તી સરકારી હસ્તક્ષેપ અને સામાન્ય ચૂંટણીમાં લાભ લેવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે. મંગળવારે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ માયાવતીએ બુધવાર (30 જાન્યુઆરી)ના એક પ્રસ પ્રકાશન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ સરકારની આ નવો હથકંડા ચૂંટણીની રાજનીતિથી પ્રેરિત છે.
વધુમાં વાંચો: બજેટ સત્રમાં રાફેલ પર CAG રિપોર્ટ રજુ કરશે સરકાર, હવે થશે દુધનું દુધ પાણીનું પાણી
માદી સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભાજપ સરકાર માત્ર જાતિવાદ, સામ્પદાયિક, તણાવ અને હિંસાની સાથે સંક્ષિપ્ત રાષ્ટ્રવાદની નકારાત્મકતા અને ઘાતક નીતિની સાથે કામ કરી રહી છે. જે નિંદાપાત્ર છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે કબજે કરેલી જમીનમાં યથાસ્થિતિને બગાડવાનો સરકારી પ્રયત્નો અનુચિત અને ઉત્તેજક છે. ભાજપ સરકારના આ પગલાની નવો હથકંડા ચૂંટણીની રાજનીતિથી પ્રેરિત છે.
વધુમાં વાંચો: આતંકી પ્રવૃતિઓને અંજામ આપવાની શોધમાં છે JEM, એનઆઇએએ મોટા ષડયંત્રને કર્યું નિષફળ
બસપા સુપ્રીઓએ કહ્યું કે દેશમાં ગરીબી, મોંઘવારી, બેરોજગારી, નિરક્ષરતાની સાથે-સાથે દેશહિત સાથે જોડાયેલા મુદ્દા પર સરકાર નિષ્ફળ થઇ ગઇ છે. આ ઉપરાંત ભાજપ સરકાર તેમના ચૂંટણી વચનો પણ પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. માટે હવે અયોધ્યા તેમજ ધર્મના અન્ય મામલોને રાજકીય રીતે ઉપયોગ તેમની પાસે છેલ્લો હથકંડો બાકી રહ્યો છે. હવે તેઓ તેને લાગુ કરવામાં લાગ્યા છે.
વધુમાં વાંચો: શશિ થરૂરએ આ તસ્વીરની સાથે કર્યું ટ્વિટ- ‘સબ નંગે હૈ’, યૂપીના મંત્રીએ આપ્યો આ જવાબ
તેમણે કહ્યું કે ભાજપની આ રાજનીતિથી દેશની જનતા સંપૂર્ણ રીતે પીડિત, ટોર્ચર તેમજ ત્રસ્ત છે. પંરતુ ભાજપને હજુ પણ લાગે છે કે તેમની પાસે આ એક હથકંડા બચ્યો છે. માટે તેઓ અયોધ્યા મામલે જૂદી જૂદી રીતે હાથ-પગ મારવામાં લાગી ગઇ છે. જેનો સામાન્ય જન્તા તેમજ દેશહિત સાથે કોઇ લેવાદેવા નથી.
વધુમાં વાંચો: સુપ્રીમ કોર્ટની કાર્તિ ચિદમ્બરમને ચેતાવણી, ‘જો તમે કાયદાની સાથે છેડછાડ કરશો તો ભગવાન પણ તેમને બચાવી શકશે નહીં’
માયાવતી ત્યાં ન રોકાતા તેમણે કહ્યું કે યૂપીમાં સપા-બસપા ગઠબંધન બાદ ભાજપ બોખલાઇ ગઇ છે અને ભાજપને ભય છે કે તેઓ બીજીવાર સત્તામાં પરત ફરશે નહીં. આ બોખલાહટમાં ભાજપ સરકાર બધા હથકંડો અપનાવી રહી છે, જેની આશા બંધારણ પર આધારિત કોઈપણ ચૂંટાયેલી સરકાર પાસેથી કોણ રાખી શકશે નહીં.