માયાવતીનો BJP પર આરોપ, `ષડયંત્ર હેઠળ બનાવવામાં આવી છે ભીમ આર્મી`
લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. રાજકીય પક્ષો એક બીજા પર આરોપો લગાવી રહ્યાં છે. આ જ કડીમાં બસપા સુપ્રીમો માયાવતીએ પણ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ અને ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. રાજકીય પક્ષો એક બીજા પર આરોપો લગાવી રહ્યાં છે. આ જ કડીમાં બસપા સુપ્રીમો માયાવતીએ પણ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ અને ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. ચંદ્રશેખર આઝાદ વારાણસીથી ચૂંટણી લડી રહ્યાં છે તેને તેમણે ભાજપનું કાવતરું ગણાવ્યું. તેમણે આજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે ટ્વિટ કરીને આ વાત કરી.
રાહુલ ગાંધી બે બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી, કોંગ્રેસના એલાનથી ડાબેરીઓ કાળઝાળ
માયાવતીએ લખ્યું કે ભાજપે ષડયંત્ર હેઠળ ભીમ આર્મી બનાવડાવી. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે દલિત મતોને વહેંચવા માટે ભીમ આર્મી ભારતીય જનતા પાર્ટીએ જ બનાવડાવી છે.
72000 રૂપિયા આપવાના વાયદા બાદ કોંગ્રેસ કરી શકે છે વધુ એક મોટી ચૂંટણીલક્ષી જાહેરાત
ત્યારબાદ અન્ય એક ટ્વિટ કરીને લખ્યું કે ભાજપે જાસૂસી કરવા માટે પહેલા ચંદ્રશેખરને બીએસપીમાં મોકલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનું આ ષડયંત્ર નિષ્ફળ ગયું. અહંકારી, નિરંકુશ અને ઘોર જાતિવાદી તથા સાંપ્રદાયિક ભજાપને સત્તા પરથી હટાવવા માટે તમારો એક એક મત ખુબ કિંમતી છે. આથી તેને કોઈ પણ સંજોગોમાં બરબાદ ન થવા દો.