લખનઉઃ યુપી ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ બસપા પ્રમુખ માયાવતી દરરોજ નવા નવા નિવેદન આપી રહ્યાં છે. હવે માયાવતીએ કહ્યું કે, ભાજપને હરાવવું હોય તો મુસ્લિમ સમાજ પોતાની ભૂલ સુધારે. સત્તામાં રહેલી ભાજપ અને સમાજવાદી પાર્ટી પર વિધાનસભા ચૂંટણીમાં મિલીભગતનો આરોપ લગાવતા માયાવતીએ કહ્યું કે આ બંને પાર્ટીઓએ હિન્દુ-મુસ્લિમની રાજનીતિ કરી આતંક અને ડરનો માહોલ બનાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટ કરી બસપા પ્રમુખે કહ્યું, 'ઉત્તર પ્રદેશમાં સપા અને ભાજપની અંદરની મિલીભગત જગજાહેર છે કે તેણે વિધાનસભા ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમ કરાવી અહીં ડર અને આતંકનો માહોલ બનાવ્યો, જેનાથી ખાસ કરીને મુસ્લિમ સમાજ ગેરમાર્ગે દોરાયો અને તેમણે સપાને એક તરફી મત આપવાની ભૂલ કરી. આ ભૂલને સુધારીને જ ભાજપને અહીં હરાવવુ સંભવ છે.'


10 માર્ચે આવેલા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપ અને તેના સહયોગી દળોને 273, સપા ગઠબંધનને 125, કોંગ્રેસ અને જનસત્તા દળને બે-બે સીટ મળી, જ્યારે સપાને માત્ર એક સીટ મળી હતી. 


પ્રેમ, લગ્ન, છુટાછેડા અને ફરી પ્રેમ.... નવા જીવનની શરૂઆત કરી રહી છે આઈએએસ ટીના ડાબી


વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે અને આ પહેલાં ચૂંટણી થવાની છે. બસપા મુખ્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ બનવું તો દૂરની વાત છે, તે આ વિશે સપનામાં પણ ન વિચારી શકે. 


માયાવતીએ કહ્યું કે ઘણા સમય પહેલા કાંશીરામે તેમનો આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને હું તો તેમના પદચિન્હો પર ચાલનારી તેમની મજબૂત શિષ્યા છું. તેમણે સ્પષ્ટતા કરી કે જ્યારે તેમણે (કાંશીરામ) એ આ પદનો સ્વીકાર ન કર્યો તો હું કઈ રીતે તે પદ સ્વીકારી શકુ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube