લખનઉ : બસપા સુપ્રીમો માયાવતીએ શનિવારે આરોપ લગાવ્યો કે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સરકારની નિષ્ફળતાથી લોકોનું ધ્યાન હટાવવાના પ્રયાસ હેઠળ દટાયેલા મડદા ફરી બેઠા કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે, જેનાથી જનતાએ વધારે સાવધાન રહેવાની જરૂર છે. 
તેલ-સોના માટે વિશ્વનું મોહતાજ નહી રહે ભારત, ઇકોનોમી મજબુત થશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપ અને વડાપ્રધાન મોદી પોતાની સરકારની નિષ્ફળતા તથા ઘોર નિષ્ફળતા પર લોકોનું ધ્યાન હટાવવા અને ગરીબી તથા બેરોજગારીનાં જનહિતના મુદ્દાને અસલી ચૂંટણી ચર્ચા બનતા અટકાવવા માટે દરેક પ્રકારનાં દટાયેલા મડદા ઉખાડવાના પ્રયાસોમાં લાગી રહ્યા છે. 


પાકિસ્તાન હજી પણ સીઝફાયર તોડીને પુંછમાં કરી રહ્યું છે મોર્ટાર મારો

તેમણે કહ્યું કે, આ ખુબ જ નિંદનિય છે. જનતા સાવધાન રહે. એક અન્ય ટ્વીટમાં માયાવતીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી મોટા ભાગનાં શિલાન્યાસમાં જ સતત વ્યસ્ત રહ્યા અને પ્રચાર - પ્રસાર પર 3044 કરોડ ખર્ચ કર્યો. તેમણે કહ્યું કે, આ સરકારી નાણાથી ઉત્તરપ્રદેશ જેવા પછાત રાજ્યોનાં દરેક ગામમાં શિક્ષણ અને હોસ્પિટલની વ્યવસ્થા થઇ શકતી હતી પરંતુ ભાજપ માટે પ્રચારનું મહત્વ વધારે છે. શિક્ષણ અને જનહીતનું નહી.