નવી દિલ્હી: આવકવેરા વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં બસપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઈ આનંદકુમાર પર ગુરુવારે મોટી કાર્યવાહી થઈ. આનંદકુમાર અને તેમની પત્નીની નોઈડા સ્થિત 400 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી લેવાઈ છે. ત્યારબાદ માયાવતીએ આજે આ કાર્યવાહી અંગે બળાપો કાઢ્યો છે. માયાવતીએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. માયાવતીએ કહ્યું  કે ભાજપ અને આરએસએસ દેશમાં દલિતોને આગળ વધતા જોઈ શકતા નથી. તેમણે કહ્ુયં કે ભાજપની સરકાર સરકારી મશીનરીનો દુરઉપયોગ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયાવતીના ભાઈ વિરુદ્ધ આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 400 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી 


ભાઈ આનંદકુમાર  પર આવકવેરાની કાર્યવાહી બાદ માયાવતીએ કહ્યું કે અમારા વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આ લોકોએ બહેનજીના ભાઈને ન છોડ્યો તો અમને શું છોડશે. આ સંદેશો દલિતોને આપવાની કોશિશ થઈ રહી છે. આરએસએસ અને ભાજપ સાંભળી લે કે હું ડરવાની નથી. ગભરાવવાની નથી. ભાજપ અને આરએસએસ કંપનીને મારી ખુલ્લી ચેતવણી છે. 


કરોડોની છેતરપિંડી આચરનારા IMA પોંજી ચિટફંડ કેસના મુખ્ય આરોપી મન્સૂર ખાનની ધરપકડ


જુઓ LIVE TV


VIDEO: BJPના ધારાસભ્યોએ કર્ણાટક વિધાનસભામાં રાત ગુજારી, સવારે મોર્નિંગ વોક કર્યું


બસપા પ્રમુખે કહ્યું કે દલિતોની બહેનજી તેમના પડખે છે. ખુબ દુ:ખ સાથે કહેવું પડે છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે તો તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણમાં કહ્યું છે કે રેલવેની નોકરીનું ખાનગીકરણ થશે. આ દલિતોને નોકરીથી વંચિત રાખવાનું ષડયંત્ર છે. ભાજપ અનામતે ખતમ કરવા માંગે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...