નવી દિલ્હી : લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાતનું જ્યાં બસપાએ સ્વાગત કર્યું છે. બીજી તરફ કેન્દ્રની ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર પણ કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપની જનતા માટે કરવામાં આવેલી લોભામણી લાલચના વચનોનું સત્ય સામે આવી ગયું છે. તેમણે એક ટ્વીટ કરતા કહ્યું કે, ભાજપ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાનાં મુદ્દે લોકસભા ચૂંટણી લડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ જે ઇચ્છે તે કરી લે પરંતુ પહેલા કરોડો ગરીબો, મજુરો, ખેડૂતો, બેરોજગારો વગેરેને જણાવે કે અચ્છે દિન આવવા અને અન્ય લલચામણી લાલચો અને વાયદાઓનું શું થયું. ? શું હવા હવાઇ વિકાસ હવા ખાવા માટે ગયો ? 
એક અન્ય ટ્વિટ કરતા બસપા સુપ્રીમોએ જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી નહી કરાવવા માટેની સાબિત થઇ ચુક્યું છે કે મોદી સરકારની કાશ્મીર નીતિ નિષ્ફળ રહી છે. માયાવતીએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંવ વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે જ નહી કરાવવું મોદી સરકારની કાશ્મીર નીતિ નિષ્ફળનું ઘોતક છે. જે સુરક્ષા દળ લોકસભા ચૂંટણી કરાવી શકે છે, તે જ દિવસે ત્યાં વિધાનસભા ચૂંટણી કેમ ન કરાવી શકે ?  કેન્દ્રનો તર્ક અયોગ્ય છે અને ભાજપે જે કારણ રજુ કર્યું કે અયોગ્ય છે. 




ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે રવિવારે (10 માર્ચ)ના રોજ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરીને જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા કારણોનો હવાલો ટાંકતા લોકસભાની સાથે સાથે વિધાનસભા ચૂંટણી નહી કરાવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવશે. વિપક્ષી દળોએ ચૂંટણી પંચ પર સરકારનાં દબાણમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી નહી કરાવવાનો આરોપ લગાવ્યો છે.