મહાગઠબંધનના છેલ્લા શ્વાસ, માયાવતીએ કહ્યું અખિલેશ પત્નીને પણ ન જીતાડી શક્યા
યુપીના તમામ બસપા સાંસદો અને જિલ્લાધ્યક્ષો સાથે બેઠકમાં માયાવતીએ કહ્યું કે, પેટાચૂંટણીમાં તમામ સીટો પર 50 ટકાના મતટકાવારી સાથે ઉતરવાનું છે
નવી દિલ્હી : યુપીના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરતા બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતીએ મોટુ નિવેદન આપ્યું છે. માયાવતીએ કહ્યું કે, ગઠબંધનથી ચૂંટણીમાં અપેક્ષીત પરિણામ નથી મળી રહ્યા, તેમણે દાવો કર્યો કે, યાદવ વોટ ટ્રાંસફર નથી થઇ શક્યા. જેથી હવે ગઠબંધનની સમીક્ષા કરવામાં આવશે. એટલું જ નહી માયાવતીએ એટલે સુધી કહી દીધું કે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાની પત્ની અને ભાઇને પણ ચૂંટણી નથી જીતાડી શક્યા. સુત્રો અનુસાર માયાવતીનાં આ વલણ બાદ સપા બસપા ગઠબંધન હવે અંતિમ શ્વાસ લઇ રહ્યું છે.
સરકારનો મોટો નિર્ણયઃ દક્ષિણના રાજ્યોમાં ભારે વિરોધ પછી કરશે નવી 'શિક્ષણ નીતિ'માં ફેરફાર
બસપા પ્રમુખ માયાવતીએ સોમવારે દિલ્હીમાં ચૂંટણીના પરાજયની સમીક્ષા કરી. 2019 લોકસભા ચૂંટણીમાં બસપાને સંતોષજનક સીટો નહી મળી શકવાનાં કારણે અને કેટલાક પ્રદેશમાં પરાજયનાં મુદ્દે માયાવતીએ પાર્ટી કાર્યકર્તાઓની અખિલ ભારતીય સ્તર પર મીટિંગ બોલાવી. યુપીના તમામ બસપા સંસદ ઉમેદવારો અને જિલ્લાધ્યક્ષો સાથે બેઠકમાં માયાવતીએ કહ્યું કે, પાર્ટી તમામ પેટા ચૂંટણી લડશે અને હવે 50 ટકા મતનું લક્ષ્યાંક લઇને રાજનીતિ કરવાની છે. માયાવતીએ ઇવીએમમાં ગોટાળાનાં પણ આરોપ લગાવ્યા હતા.
વાયુસેનાનું એંટોનોવ AN 32 વિમાન અચાનક થયુ ગુમ, 13 લોકો સાથે કરી હતી ઉડ્યન
અજીત ડાભોલ બન્યા રહેશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સરકારે આપ્યો કેબિનેટ રેન્ક
બેઠક પહેલા ઉત્તરપ્રદેશનાં શ્સાવસ્તીથી નવા ચૂંટાયેલા બસપા સાંસદ રામ શિરોમણી વર્માએ ઇવીએમ ગોટાળાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ખુબ મોટો ગોટાળો થયો છે. અમે પહેલાથી કહી રહ્યા છે કે બેલેટ પેપરથી ચૂંટણી હોવું જોઇએ, જેને ન તો ચૂંટણી પંચ માની રહ્યું છે, ન સરકાર માની રહી છે. અમે ઇચ્છીએ છીએ કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવામાં આવે, જે નિષ્પક્ષ હોય.