ફર્રુખાબાદ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ફર્રુખાબાદ (Farrukhabad) માં MBA ફેલ એક યુવક કચોરીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબૂર છે. પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) થી પ્રેરિત યુવકનું કહેવું છે કે આવક વધારવા અને સમાય મળતાં ફરીથી MBA કરશે. સોશિયલ મીડિયા પર લોકો યુવકનીક હૂબ પ્રશંસા કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે​ 'MBA ફેલ કચોરીવાળા' ની કહાણી?
તમને જણાવી દઇએ કે ફર્રુખાબાદમાં કચોરીની લારી લગાવી રહેલા આ યુવકનું નામ સત્યમ મિશ્રા છે. સત્યમ મિશ્રાની કચોરીની ચાલતી ફરતી દુકાનનું નામ પણ ખૂબ યુનિક છે. સત્યમ મિશ્રાએ પોતાની દુકાનનું નામ MBA ફેલ કચોરીવાળા (MBA Fail Kachori Wala) રાખવામાં આવ્યા છે કારણ કે તે MBA માં ફેલ થઇ ગયો હતો. 


યુવકે કેમ શરૂ કર્યો આ બિઝનેસ?
જોકે ફર્રુખાબાદના યુવક સત્યમ મિશ્રાએ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અને પારિવારીક બોજના કારણે કામ શરૂ કર્યું છે. સત્યમ મિશ્રા MBA ના પહેલા સેમિસ્ટરમાં આર્થિક તંગીના કારણે ફેલ થઇ ગયો હતો. જ્યાં એક તરફ તેની ઉપર અભ્યાસનો બોઝો તો બીજી તરફ પરિવારના ગુજરાનની જવાબદારી હતી. સત્યમ મિશ્રા હવે આ જવાબદારીઓને કચોરી વેચીને પુરી કરી રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube