MCD Election Result: દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે મત ગણતરી આજે સવારે 8 વાગ્યાથી થઈ રહી છે. ટ્રેન્ડ મુજબ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જ્યારે ભાજપનું એમસીડીમાં 15 વર્ષના શાસનનો અંત જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને 10 ગેરંટી આપી હતી. અત્રે જણાવવાનું કે દિલ્હી નગર નિગમ (MCD) ના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું. જેમાં 1349 ઉમેદવારના ભાગ્યનો ફેંસલો ઈવીએમમાં કેદ થયો હતો. આ વખતે ચૂંટણીમાં 50.48 ટકા મતદાન થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે લોકોને આપી હતી આ 10 ગેરંટી


1. કચરાનો પહાડ ખતમ, સ્વચ્છ થશે દિલ્હી
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીને સ્વચ્છ અને સુંદર બનાવવાની ગેરંટી આપી હતી. આ સાથે જ કેજરીવાલે દિલ્હીના 3 કચરાના પહાડને ખતમ કરવાની પણ ગેરંટી આપી હતી અને કહ્યું હતું કે કોઈ નવો કચરાનો પહાડ બનવા દઈશું નહીં. આ સાથે જ કેજરીવાલે કહ્યું હતું કે કચરાનો નીકાલ  દુનિયાના અન્ય શહેરોની જેમ કરીશું. 


2. વસૂલી બંધ
કેજરીવાલે દિલ્હી નગર નિગમમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનું વચન આપ્યું હતું. આ સાથે જ  ગેરંટી આપી હતી કે નક્શાને પાસ કરાવવાની પ્રક્રિયા ઓનલાઈન કરીશું અને તેની પ્રક્રિયાને સરળ બનાવીશું. કેજરીવાલે કહ્યું હતું કે પ્રતિ લેન્ટર પૈસા આપવાનું કામ પણ બંધ કરાવીશું. 


3. પાર્કિંગ સમસ્યા ખતમ
અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને પાર્કિંગ સમસ્યાનો કાયમી ઉકેલ આપવાનું વચન આપ્યું હતું. 


4. રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ
કેજરીવાલે દિલ્હીમાં રખડતા પશુઓની સમસ્યાથી છૂટકારો અપાવવાની પણ ગેરંટી આપી હતી અને કહ્યું હતું કે દિલ્હીના રખડતા જાનવરોની સમસ્યાનો ઉકેલ લાવીશું. 

5. સારા રસ્તા-ગલીઓ
અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં નગર નિગમના તમામ રસ્તાઓ અને ગલીઓને ઠીક કરાવવાની ગેરંટી આપી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube