નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં મતદારોને રિઝવવા માટે ફિલ્મસ્ટારોનો ઉપયોગ નવી વાત નથી. જોકે, તૃણમુલ કોંગ્રેસ (TMC)ના ઉમેદવારના સમર્થનમાં બાંગ્લાદેશના એક અભિનેતા દ્વારા કથિત રીતે ચૂંટણી પ્રચાર કરવા અંગે કેન્દ્ર સરકારે મંગળવારે કોલકાતાના વિદેશી ક્ષેત્રીય નોંધણી અધિકારી પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત સમાચાર મુજબ કેટલાક ભારતીય અભિનેતાઓ સાથે બાંગ્લાદેશના અભિનેતા ફિરદૌસ અહેમદે રાજગંજ બેઠક પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયાલાલ અગ્રવાલના સમર્થનમાં યોજાયેલા ચૂંટણી પ્રચારમાં કથીત રીતે ભાગ લીધો હતો. 


કોલકાતાના વિદેશી ક્ષેત્રીય નોંધણી અધિકારી પાસે આ અંગે વિગતવાર માહિતી માગવામાં આવી છે કે, શું બાંગ્લાદેશના ફિલ્મસ્ટાર અહેમદે લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન કથીત રીતે ભાગ લઈને વિઝાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં? 


10 ટકા આર્થિક અનામતઃ શૈક્ષણિક સંસ્થાઓમાં વધારવામાં આવશે 2 લાખ સીટ


ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશી અભિનેતા ફિરદોસ અહેમદ બિઝનેસ વિઝા પર ભારત આવતા રહે છે. જોકે, બાંગ્લાદેશના આ ફિલ્મ અભિનેતાએ ભારત-બાંગ્લાદેશની સરહદ નજીક હેમતાબાદ અને કરાંદિધીમાં કન્હૈયાલાલ અગ્રવાલના સમર્થમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં વોટ માગતા જોવા મળ્યા છે. 


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...