નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના પ્રકોપને કારણે ભારતે ચીનના નાગરિકોને અપાતી ઈ-વીઝાની સુવિધાને સ્થગિત કરી દીધી છે. સાથે હાલના ઈ-વીઝાને પણ અમાન્ય ગણાવી દીધા છે. આ સિવાય વુહાનમાં ફસાયેલા પાકિસ્તાની લોકોની મદદ કરવાના સંકેત આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, સામાન્ય વીઝા જે જારી કરવામાં આવ્યા છે, તે પણ વધુ કાયદેસર નથી. પરંતુ જે લોકો ખુબ મજબૂરીને કારણે ભારત આવવા ઈચ્છે છે, તે વીઝા જારી કરવા માટે અમારા દૂતાવાસ કે નજીકના વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. 


રાજદ્વારીઓ માટે ઈ-વીઝા ઉપલબ્ધ
રવીશ કુમારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કેટલિક શ્રેણીઓ માટે ભારતના ઈ-વીઝા ઉપલબ્ધ છે. રાજદ્વારીઓ તે શ્રેણીમાં આવતા નથી, કારણ કે તેના વીઝા દૂતાવાતના માધ્યમથી એક લગાવવામાં આવે છે. તેથી આ નિર્ણય રાજદ્વારી પ્રક્રિયાને પ્રભાવિત કરી શકતો નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...