VIDEO: સુષમા સ્વરાજે ઈમરાનને રોકડું પરખાવ્યું, `એટલા જ ઉદાર છો તો મસૂદને અમને સોંપી દો`
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને રોકડું પરખાવી દીધુ છે. તેમણે કહ્યું કે જો તમે એટલા જ ઉદાર હોવ તો આતંકી મસૂદ અઝહરને ભારતને સોંપી દો.
નવી દિલ્હી: વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને રોકડું પરખાવી દીધુ છે. તેમણે કહ્યું કે જો તમે એટલા જ ઉદાર હોવ તો આતંકી મસૂદ અઝહરને ભારતને સોંપી દો. વિદેશ મંત્રીએ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીતને ફગાવતા કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન તેની ધરતીથી સંચાલિત થઈ રહેલા આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ભારત તેની સાથે કોણ પ્રકારની વાતચીત નહીં કરે. બુધવારે ઈન્ડિયાઝ વર્લ્ડ: મોદી ગવર્મેન્ટ્સ ફોરેન પોલીસી પર વાતચીતમાં કહ્યું કે પાકિસ્તાને વારંવાર દ્વિપક્ષીય સંબંધોને બરબાદ કરવા પર ઉતારુ થઈ ગયેલા આઈએસઆઈ અને પોતાની સેનાને કાબુમાં લેવાની જરૂર છે.
તેમણે કહ્યું કે "જો ઈમરાન ખાન (પાકિસ્તાનના વડાપ્રધાન) એટલા ઉદાર હોય, અને રાજનેતા હોય તો તેમણે મસૂદ અઝહરને અમને સોંપી દેવો જોઈએ." વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતના પાકિસ્તાન સાથે સારા સંબંધ થઈ શકે છે પરંતુ શરત એ છે કે પાડોશી દેશ, "પોતાની ધરતી પર આતંકી સમૂહો વિરુદ્ધ કાર્યવાહી કરે."
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...