નવી દિલ્હી : ભારતીય વાયુસેના સેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ એ મોહમ્મદનાં આતંકવાદી શિબિર અને લોન્ચ પેડ્સને તબાહ કરી દીધા હતા. આ બે દિવસ બાદ જ ખુંખાર આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનાં સંસ્થાપક મસુદ અઝહરની કીડની ખરાબ થવાનાં સતત સમાચારો સામે આવી રહ્યા છે. બીજી તરફ કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે, મસુદ અઝહર આતંકવાદી શિબિરમાં એરસ્ટ્રાઇક સમયે હાજર હતો. જો કે હજી સુધી પાકિસ્તાન તરફથી આતંકવાદી મસુદ અઝહરનાં મોતની પૃષ્ટી થઇ નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે પાકિસ્તાનનાં એક અધિકારીએ કહ્યું કે, મસુદ અઝહરની સ્થિતી ખુબ જ ગંભીર છે. તેને સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હજી સુધી પાકિસ્તાન દ્વારા મસુદ અઝહરનાં મોતની પૃષ્ટી નથી થઇ.

કહેવાઇ રહ્યું છે કે, મસુદ અઝહર એર સ્ટ્રાઇક દરમિયાન આતંકવાદી શિબિરમાં સુઇ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનના રાવલપિંડીની એક સૈન્ય હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના દ્વારા PoKમાં આશરે 1000 કિલો બોમ્બ વર્ષા કરવામાં આવી હતી. કહેવાઇ રહ્યું છે કે, મસુદની સાથે જ આઇએસઆઇનો કર્નલ સલીમ પણ ઠાર મરાયો છે. 


અત્રે ઉલ્લેખીય છે કે, પાકિસ્તાનના રાવલપિંડીનાં એક સૈન્ય હોસ્પિટલમાં તેનું નિયમિત ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. અગાઉ પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ પણ કહ્યું હતું કે જૈશનો વડો બિમાર છે. આ અંગે એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ ક્યું હતું કે, હાલનાં સમાચારો ઇશારા કરે છે કે અઝહરની કીડની કામ કરવાનું બંધ કરી દીધું છે. તેની રાવલપિંડીમાં સારવાર ચાલી રહી છે અને તેનું નિયમિત ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે.