નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ઓવરસીઝ સેલનાં પ્રમુખ અને ટેક્નોક્રેટ સામ પ્રિત્રોડાએ ડેટા કંપની કેમ્બ્રિજ એનાલિટિકા અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે કોઇ પણ પ્રકારનાં સંબંધો હોવાનો ઇન્કાર કર્યો છે. પિત્રોડાએ ગુરૂવારે ટ્વીટ્સ કરીને કોંગ્રેસનો બચાવ કર્યો અને સાથે સાથે મીડિયા પર પણ ખોટા આરોપો અને અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિત્રોડાએ એક ટ્વીટમાં કહ્યું કે, આ સમાચાર સંપુર્ણ રીતે ખોટા અને બકસાવ છે અને માફી સાથે તેના પર વિરામ લાગવો જોઇએ. હું સારી રીતે જાણું છું કે કોંગ્રેસ પાર્ટીએ અતીતમાં કેનદ્ર અથવા રાજ્ય સ્તર પર ક્યારે પે કેમ્બ્રિજ એનાલિટિકની સેવાઓનો ઉપયોગ કર્યો નથી.પિત્રોડાએ કહ્યું કે, મીડિયામાં જે કાંઇ જેમણે પણ કહ્યું છે કે, કોંગ્રેસનાં કેમ્બ્રિજ એનાલિટિકાનો ઉપયોગ કર્યો અને ચુકવણી કરી, તે તમામે પોતાનું અસત્ય સ્વિકારવું જોઇએ.


હું સીધી અને અપ્રત્યક્ષ રીતે પાર્ટીની તમામ ડિજિટલ ગતિવિધિઓનો હિસ્સો રહ્યો છું. હુંહકની સાથે તે કહી શકું છુંકે મારી માહિતીમાં કોંગ્રેસ પાર્ટીનાં કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનાં ઉફયોગ કરવાનાં સમાચાર સંપુર્ણ ખોટા છે. પિત્રોડાએ કહ્યું કે, તેમણએ 50 વર્ષ આઇટી બિઝનેસમાં વિતાવ્યા છે અને તેઓ બિગ ડેટા, એનાલિટિક્સ, ક્લાઉડ, કમ્પ્યુટિંગ, મશીન લર્નિંગ અને અન્ય સંબંધિત ટેક્નીકો અંગે ઘણું જાણે છે.


પિત્રોડાએ દાવો કર્યો કે, અમે આવી વસ્તુઓ કરવા માટે પોતે જ સમર્થ છીએ અને તેનાં પર અમલ કરવા માટે શીખવાની કે મોંઘા વિદેશી જાણકારોની જરૂર નથી. હું ભારતમાં આંતરરાષ્ટ્રીય શાખ ધરાવતા ઘણા ડેટા એનાલિટિક્સ વિશેષજ્ઞોને અંગત રીતે જાણું છું જેઓ આ કરવા સમર્થ છે. અને કેમ્બ્રિજ કરતા પણ ઘણી ઓછી કિંમતે.