નવી દિલ્હી: પ્રધાનમંત્રી આવાસ પર મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને NSA અજેત ડોભાલ પણ સામેલ થયા. લગભગ અઢી કલાક ચાલેલી બેઠકમાં અફનાસિતાન સંકટ (Afghanistan Crisis) પર ચર્ચા થઇ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ મહત્વપૂર્ણ છે અફઘાનિસ્તાન ઘટનાક્રમ?
અફઘાનિસ્તાન (Afghanistan) ના ઘટનાક્રમ પર દુનિયાની નજર છે. તાલિબાન (Taliban) ના કબજા બાદથી સતત સ્થિતિ ખરાબ થઇ છે. હાલ પંજશીર પર કબજા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં પાકિસ્તાનની ભૂમિકા પર નજર રાખવાની છે. અફઘાનિસ્તાનમાં તાજેતરના ઘટનાક્રમને લઇને એવું લાગે છે કે પાકિસ્તાન આ અવસર પર આતંકવાદને વધારવા માટે ઉપયોગ કરી શકે છે. ઘણા પાકિસ્તાની કાબુલના પતન પર જશ્ન મનાવી રહ્યા છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારના ઘણા મંત્રીઓ દ્વારા કાબુલના પતનને ભારતીય પ્રભાવની 'હાર' ગણાવવામં આવી રહી છે. 

Salary વધવાની ખુશી થઇ જશે ગાયબ! આ નવા નિયમ બાદ તમારી સેલરી સ્લિપમાં થશે ફેરફાર


પાકિસ્તાનની સક્રિયતા પર ચિંતા?
સૂત્રોના અનુસાર આ બેઠકમાં પાકિસ્તાનના અફઘાનિસ્તાનમાં વધતા જતા પ્રભાવો પર ચર્ચા થઇ. તાલિબાનને લઇને દેશના દ્વષ્ટિકોણને લઇને પણ બેઠકમાં ચર્ચા થઇ. કારણ કે પાકિસ્તાન સરકાર અફઘાનિસ્તાનના ઘટનાક્રમ અને બદલાતી સ્થિતિનો જવાબ આપવા અને તેનાથી સંપર્ક કરવાને લઇને સતર્ક છે. તાલિબાનની સંભવિત નવી સરકારમાં પાકિસ્તાનની ભૂમિકાને લઇને પણ સરકાર સતર્ક છે. 


પાકિસ્તાનને આ છે આશા
તમને જણાવી દઇએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બદ પાકિસ્તાન આ વાતને લઇને 'ફાયદા' ની આશા કરી રહ્યો છે કે ભારત, તાલિબાન સાથે સંબંધ નહી બનાવે. એવામાં તાલિબાન, પાકિસ્તાનને હિંસા ભડકાવવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પોતાની ધરતીનો ઉપયોગ કરવા દેશે. પાકિસ્તાન સીમાઓના માધ્યમથી એકબીજાના દેશમાં આતંકવાદી ગ્રુપોને સરળતાથી આશરો આપવાના પણ સપના જુએ છે. પાકિસ્તાનની સાથે-સાથે તાલિબાન દ્વારા માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube