CM ચરણજીત ચન્ની સાથે બે કલાક ચાલી બેઠક, શું આ શરતો પર માની ગયા સિદ્ધુ?
Punjab Congress Crisis:વરિષ્ઠ આઈપીએસ અધિકારી ઇકબાલ પ્રીત સિંહ સહોતાને પંજાબ પોલીસના ડાયરેક્ટર જનરલનો વધારાનો પ્રભાર આપવામાં આવ્યો છે. સહોતાને પ્રભાર આપવાથી નારાજ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું.
ચંડીગઢઃ પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ગુરૂવારે નવજોત સિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ બેઠક આશરે બે કલાક સુધી ચાલી. ત્યારબાદ કોંગ્રેસ નેતા ભૂપિંદર સિંહ ગોરાએ પાર્ટીની અંદર બધુ બરાબર હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કાલે માહિતી મળશે, પત્રકાર પરિષદ પણ કરીશું અને બધા ભેગા થઈને રહીશું.
સિદ્ધુનું રાજીનામુ થઈ શકે છે નામંજૂર
સૂત્રો પ્રમાણે નવજોત સિંહ સિદ્ધુનને મનાવવા માટે પંજાબના ડીજીપી અને એજીને બદલવાનો માર્ગ મોકળો બની ગયો છે. ત્રણ સભ્યોની કમિટી મોટા મુદ્દાને લઈને સપ્તાહમાં બે વાર મળશે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પાર્ટી પ્રમુખ સિદ્ધુ અને હરીશ ચૌધરી આ કમિટીમાં સામેલ થશે. આ સાથે સિદ્ધુનું રાજીનામુ નામંજૂર કરવામાં આવી શકે છે.
શું છે વિવાદ
હકીકકતમાં ચન્ની સરકારમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી ઇકબાલ પ્રીત સિંહ સહોતાને પંજાબ પોલીસના ડાયરેક્ટર જનરલનો વધારાનો પ્રભાર આપવામાં આવ્યો છે. સહોતાને પ્રભાર આપવાથી નારાજ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું. સહોતા ફરીદકોટમાં ગુરૂ ગ્રન્થ સાહિબની નિર્દયતાની ઘટનાઓની તપાસ માટે તત્કાલીન અકાલી સરકાર દ્વારા 2015માં રચાયેલી એસઆઈટીના પ્રમુખ હતા.
આ પણ વાંચો- Bhopal: જાહેર મંચ પરથી દિગ્વિજય સિંહે અમિત શાહ અને RSS ની કરી પ્રશંસા, જાણો શું કહ્યું
સિદ્ધુએ ગુરૂવારે ટ્વીટ કરી કહ્યુ કે બાદલ સરકારના કાર્યકાળ દરમિયાન સહોતા નિર્દયતા મામલાની તપાસ કરનારી એસઆઈટીના પ્રમુખ હતા અને તેમણે ખોટી રીતે બે શીખ યુવકોને ફસાવી દીધા અને બાદલ પરિવારને ક્લીન ચિટ આપી હતી. સિદ્ધુએ તે પણ કહ્યું કે, વર્ષ 2018માં તે રાજ્યના વર્તમાન ગૃહમંત્રી સુખજિંદર સિંહ રંધાવા અને તત્કાલીન પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડની સાથે પીડિતોના પરિવારને મળ્યા હતા અને તેને ન્યાય માટે લડાઈમાં સહયોગ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
સિદ્ધુને કેપ્ટન અમરિંદર સિંહની નારાજગી છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે 18 જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. વિવાદ યથાવત રહેતા કેપ્ટને 18 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચન્નીને સિદ્ધુના નજીકના માનવામાં આવે છે. પરંતુ હવે સિદ્ધુએ ચન્ની સરકારના નિર્ણયથી નારાજ થઈ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube