ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પસાર થતા જ ટ્વીટર પર મહેબુબા અને ઉમર બાખડી પડ્યા
ત્રણ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર થઈ ગયું. બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 મત પડ્યાં. બિલ પર ફાઈનલ વોટિંગ વખતે રાજ્યસભામાં કુલ 183 સાંસદો હાજર હતાં.
નવી દિલ્હી: ત્રિપલ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર થઈ ગયું. બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 મત પડ્યાં. બિલ પર ફાઈનલ વોટિંગ વખતે રાજ્યસભામાં કુલ 183 સાંસદો હાજર હતાં. સરકારને બિલ પાસ કરાવવા માટે 92 મત જોઈતા હતાં. રાજ્યસભામાં વિરોધ પક્ષો બિલ વિરુદ્ધ એકજૂથ થઈ શક્યા નહીં. વિપક્ષના કુલ 31 સાંસદોએ વોટિંગમાં ભાગ લીધો નહીં. બીએસપી, સપા, એનસીપી અને પીડીપીએ બોયકોટ કર્યો.
બિલ પાસ થયા બાદ પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા વચ્ચે ટ્વીટર પર વોર જોવા મળી. ઉમર અબ્દુલ્લાએ પીડીપી પર એનડીએને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો. આ વિવાદની શરૂઆત પીડીપી નેતા મહેબુબા મુફ્તીની એક ટ્વીટથી થઈ.
દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...