નવી દિલ્હી : દેશનાં પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે ગુરૂવારે સાંજે નિધન થઇ ગયું. તેઓ એક કુશળ રાજનેતા, કવિ, પ્રખર વક્તા અને પત્રકાર સ્વરૂપે રાજનેતાઓ અને જનતાની વચ્ચે રહ્યા. જમ્મુ કાશ્મીરના પૂર્વ વડાપ્રધાન મહેબુબા મુફ્તીએ તેમનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, વાજપેયીજીનું નિધન માત્ર દેશ માટે નહી, પરંતુ જમ્મુ કાશ્મીરનાં લોકો માટે ઘણી મોટી ક્ષતી છે. મહેબુબાએ કહ્યું કે, તેઓ વડાપ્રધાન હતા જેમણે અમારી વેદનાને સમજવાનો પ્રયાસ કર્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાજપેયીએ પોતાને કાશ્મીરનાં લોકોને પ્રિય ગણાવ્યા
માણસાઇ, માણસો અને કાશ્મીરિયતના(इंसानियत', जम्हूरियत और 'कश्मीरियत') મંત્ર સાથે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતાને કાશ્મીરનાં લોકોને પ્રિય ગણાવ્યા જેમણે અંતત : એક એવા નેતાને જોયા જેઓ રાજનીતિક નફા નુકસાનથી ઉપર ઉઠીને સંઘર્ષરત ખીણની જટિલ સમસ્યાઓનું સમાધાન કરવાનાં ઇચ્છુક હતા. કાશ્મીરી લોકો વાજપેયીને એક એવા વ્યક્તિ સ્વરૂપે યાદ કરતે છે જેમણે પાકિસ્તાનની તરફ મિત્રતાનો હાથ વધાર્યો અને એપ્રીલ 2003માં અહીં પોતાનાં ઐતિહાસિક ભાષણમાં અલગતાવાદીઓ સાથે વાતચીત માટેની રજુઆત કરી દીધી. દેશનાં એક વડાપ્રધાન દ્વારા આ પ્રકારનું પહેલું કોઇ પગલું ઉઠાવવામાં આવ્યું હતું. જેમાં વાજપેયીએ કહ્યું કે, અમે ફરીથી એક વખત મિત્રતાનો હાથ વધારી રહ્યા છે, પરંતુ હાથ બંન્ને બંન્ને તરફથી આગળ વધવું જોઇએ. 



જેના થોડા દિવસ બાદ વાજપેયીએ લોકસભામાં પોતાનાં શ્રીનગરમાં આપેલા ભાષણમાં વિસ્તારથી જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જો આપણે માનવતા, જમુરિયર અને કાશ્મીરિયતનાં ત્રણ સિદ્ધાંતોનું પાલન કરતા આગળ વધીએ તો મુદ્દાઓનું સમાધાન કરવામાં આવી શકે છે.