નવી દિલ્હી : પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, ભારતે કોઇ પુરાવા વગર જ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે, જો ભારતની પાસે પાકિસ્તાન વિરુદ્ધ કોઇ પુરાવા છે તો તેઓ અમને સોંપે, અમારી સરકાર ગેરેન્ટીથી તેના પર કાર્યવાહી કરશે. જેના જવાબમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ ઇમરાન ખાનને એક તક આપવા માટેની ભલામણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં ભાજપનું AIADMK સાથે ગઠબંધન: 5 સીટો પર લડશે ચૂંટણી


મહેબુબા મુફ્તીએ ઇમરાનનાં નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું ક, અસહમત, પઠાણકોટનું ડોઝીયર તેમને સોંપવામાં આવ્યું હતું, પરંતુ દોષીતોને સજા અપાવવા માટે કોઇ જ એક્શન લેવાઇ નહોતી. પરંતુ પાકિસ્તાનનાં વડાપ્રધાનને એક તક આપવામાં આવવી જોઇએ કારણ કે તેઓ ચૂંટાઇને આવ્યા છે. સ્પષ્ટ રીતે યુદ્ધનાં નારા માત્ર આગામી ચૂંટણી માટે આપવામાં આવી રહ્યા છે, તેનાંથી વધારે આ નારાઓનો કોઇ જ અર્થ નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અગાઉ પણ પાકિસ્તાનને અનેક વખત આતંકવાદ અંગેના પુરાવા સોંપી ચુક્યું છે. પછી તે ઉરી હૂમલો હોય કે પઠાણકોટ એરબેઝ હૂમલો. પરંતુ પાકિસ્તાન તેમ છતા પણ આતંકવાદની વિરુદ્ધ કોઇ એક્શન નથી લઇ રહ્યું, પરંતુ પોતાની જમીનને આતંકવાદીઓનું સેફ હાઉસ બનવા દેવામાં આવ્યું. 


ભારતની તૈયારીઓથી ગભરાયુ પાકિસ્તાન: "સરકારી જમાઇઓને" સેના કેમ્પમાં ખસેડાયા

પુલવામા હૂમલાની જવાબાદીર પણ પાકિસ્તાની સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા લેવામાં આવી છે. જેનો વડો મૌલાના મસુદ અઝહર પાકિસ્તાનમાં ખુલ્લો ફરી રહ્યો છે. આ ઉપરાંત મુંબઇ આતંકવાદી હૂમલાનો માસ્ટર માઇન્ડ અને લશ્કરનો વડો હાફીઝ સઇદની વિરુદ્ધ પણ અનેક વખત પુરાવા પાકિસ્તાનને સોંપવામાં આવી ચુક્યા છે, પરંતુ તે અંગે પણ પાકિસ્તાન દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. 


કુલભૂષણ કેસમાં જુસ્સાથી દલિલ કરી રહેલ પાકિસ્તાની વકીલની જજે ઝાટકણી કાઢી

શું હતું ઇમરાનનું નિવેદન
ઇમરાને કહ્યું કે, પુલવામાં હૂમલામાં જૈશની સંડોવણી હોવાનાં પુરવા જો ભારત આપે તો તેઓ કાર્યવાહી કરવા માટે તૈયાર છે. ભારત કોઇ પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે, નવા પાકિસ્તાનમાં આતંકવાદ માટે કોઇ જ સ્થાન નથી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પોતે આતંકવાદનો સૌથી મોટો ભોગ બનેલુ રાષ્ટ્ર છે. અને આતંકવાદના કારણે દેશનાં 70 હજાર લોકો જીવ ગુમાવી ચુક્યા છે.