નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલના કાશ્મીર પ્રવાસ બાદ ત્યાં 10,000 વધારાના સુરક્ષા દળો તહેનાત કરવાનો નિર્ણય લેવાયો છે. કેટલાક જવાનો તો ત્યાં પહોંચી પણ ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે આ તહેનાતીથી કાશ્મીરમાં આતંકી નેટવર્કને ધ્વસ્ત કરવાનું અભિયાન મજબુત થશે. આ સાથે જ રાજ્યમાં કાયદો વ્યવસ્થા ચુસ્ત રાખવામાં પણ મદદ મળશે. જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી મહેબુબા મુફ્તી અકળાયા છે. તેમણે ટ્વીટ કરીને આક્રોશ ઠાલવતા કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી કાશ્મીર ઘાટીમાં કરાયેલી 10,000 જવાનોની તહેનાતીથી લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે. 


તેમણે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં આમ પણ સુરક્ષા દળોની કોઈ કમી નથી. જમ્મુ અને કાશ્મીર રાજકીય સમસ્યા છે. સેના તેનો ઉકેલ નથી. કેન્દ્ર સરકારે આ મામલે ફરીથી વિચાર કરીને પોતાની નીતિઓમાં બદલાવ લાવવાની જરૂર છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...